અટિકાના નહેરૂનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: હડમતીયામાં વિજ શોક લાગતા મહિલાનું મોત
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએ અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. પહેલા બનાવમાં હનુમાન મઢી પાસે શાકભાજીના ધંધાર્થીએ પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કર્યો છે. તો બીજા બનાવમાં અટીકા વિસ્તારમાં નેહરુનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. અન્ય બનાવમાં હડમતીયા પાસે વાડીમાં મોટર ચાલુ કરતી વેળાએ વિજ શોક લાગતા મહિલાનું મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં હનુમાન મઢી પાસે શિવપુરા પાર્કમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પરેશભાઈ હસમુખભાઈ સોલંકી નામના 27 વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ગાંધીગ્રામ પોલીસે ઘટનાની જાણ કરીને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પરેશ સોલંકી છેલ્લા ઘણા સમયથી ધંધા પર જતો ન હતો અને માનસિક તણાવના કારણે ઘરે જ બેઠો રહેતો હતો પરેશ સોલંકીના આપઘાતના પગલે ત્રણ સંતાનો પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.તો અન્ય બનાવમાં અધિકાર વિસ્તારમાં આવેલા નહેરુનગરમાં ગોપાલ ના સોસાયટીમાં રહેતા અને ગાડીનું લે વેચ નું કામકાજ કરતા રમેશભાઈ વીરાભાઇ ડાંગર નામના 40 વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારને જણાવ્યું હતું કે રમેશભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવ અનુભવતા હતા. ઘટનાની જાણ થતા પોલીસે મૃત દેને પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી છે.
પીઝા બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા અને બેડી હડમતીયા ગામે સહદેવસિંહ ની વાડીએ ખેતી કામ કરતા રંજનબેન ભરતભાઈ ટોલિયા નામના 55 વર્ષના મહિલાને મોટર ચાલુ કરતી વેળાએ વિથ શોખ લાગતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.