સરકારે વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લગાવી સ્થાનિક બજારોમાં જ ચોખાનું વેચાણ થાય તેવા પ્રયાસો
વિશ્વના સૌથી મોટા અનાજ નિકાસકાર ભારતે વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લાદી છે. વર્તમાન ખરીફ સિઝનમાં પાકના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવાનો પણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
નાણા મંત્રાલયે ગુરુવારે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ચોખાની નિકાસ પર 9 સપ્ટેમ્બરથી 20 ટકા જકાતની વસૂલાત કરવામાં આવશે. જેમાં પારબોઈલ્ડ અને બાસમતી ચોખા અથવા સેમા-માઇલ્ડ અથવા સંપૂર્ણ-માઇલ્ડ ચોખા પર પણ 20 ટકાની નિકાસ જકાત લાગુ પડશે.
ચીન પછી ભારત દુનિયામાં ચોખાનો બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ છે અને 40 ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં બે સપ્ટેમ્બર, 2022ના રોજ સુધી ડાંગરનું કુલ વાવેતર 5.6 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર થયું છે, જે પાછલા વર્ષે સમીક્ષાધીન સમયગાળામાં 406.89 લાખ હેક્ટર હતું.
આ અગાઉ ભારત સરકારે સ્થાનિક બજારમાં અનાજની કિંમતોને કાબુમાં રાખવા માટે ઘઉંની નિકાસ પર મે મહિનામાં પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘટના બાદથી જ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકાવાની કે નિકાસ પર ઉંચી જકાત લાદશે તેવી ભીંતિ વ્યક્ત કરવામાં આવી હતી જે છેવટે સાચી પડી છે.
ડાંગરના વાવેતર વિસ્તારમાં 5.62 ટકાનો ઘટાડો થયો છે
કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ ખરીફ સિઝનમાં ડાંગરનો વાવેતર વિસ્તાર 5.62 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર થયો છે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. ચીન પછી ભારત ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.
ભારત વિશ્ર્વના 150 દેશોમાં કરે છે ચોખાની નિકાસ
ભારતે 2021-22 ના નાણાકીય વર્ષમાં 2.12 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન નોન-બાસમતી ચોખાની નિકાસ 6.11 બિલિયન ડોલર રહી હતી. ભારતે 2021-22માં વિશ્વના 150 થી વધુ દેશોમાં નોન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.
સરકારના નિર્ણયથી વેપારીઓને કોઈ નુકસાન નહીં
નિકાસ ડ્યુટી લાદવાના નિર્ણયને આવકારતા ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સેટિયાએ જણાવ્યું હતું કે ભારતીય ચોખાની ખૂબ જ ઓછી કિંમતે નિકાસ કરવામાં આવી રહી છે. નિકાસ ડ્યુટીને કારણે નોન-બાસમતી ચોખાની નિકાસમાં 20 થી 30 લાખ ટનનો ઘટાડો થશે. તે જ સમયે, 20 ટકા નિકાસ ડ્યુટીને કારણે, નિકાસમાંથી વસૂલાત પર કોઈ અસર થશે નહીં.
છેલ્લા એકાદ સપ્તાહ દરમિયાન સ્થાનિક બજારમાં ચોખાની કિંમત ચારથી પાંચ ટકા સુધી વધી છે જેનું કારણ પડોશી બાંગ્લાદેશ દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો છે. બાંગ્લાદેશે ચોખાની આયાત જકાત 25 ટકાથી ઘટાડીને 15.25 ટકા કરી છે. આયાત જકાત ઘટતા બાંગ્લાદેશમાંથી માંગ વધવાની અપેક્ષા એ ભારતીય બજારમાં ચોખાના ભાવ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને બિહારમાંથી બાંગ્લાદેશને ચોખાની નિકાસ કરાય છે, જે સાંભા મન્સૂરી, સોનમ અને કોલમ જેવી વિવિધ વેરાયટીના ચોખાની આયાત કરે છે. છેલ્લા એકાદ સપ્તાહ દરમિયાન સ્થાનિક બજારમાં ચોખાની કિંમત ચારથી પાંચ ટકા સુધી વધી છે જેનું કારણ પડોશી બાંગ્લાદેશ દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો છે. બાંગ્લાદેશે ચોખાની આયાત જકાત 25 ટકાથી ઘટાડીને 15.25 ટકા કરી છે. આયાત જકાત ઘટતા બાંગ્લાદેશમાંથી માંગ વધવાની અપેક્ષા એ ભારતીય બજારમાં ચોખાના ભાવ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને બિહારમાંથી બાંગ્લાદેશને ચોખાની નિકાસ કરાય છે, જે સાંભા મન્સૂરી, સોનમ અને કોલમ જેવી વિવિધ વેરાયટીના ચોખાની આયાત કરે છે.