ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર John Hastings એ પ્રથમ શ્રેણી ક્રિકેટ અને વનડે ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૩૧ વર્ષના આ બોલરે પોતાના આ નિર્ણય વિશે આ અઠવાડિયાના શરૂઆતમાં વિક્ટોરિયાના ટીમમેટને જણાવ્યું હતું.જોન હેસ્ટિંગ્સ હવે વિક્ટોરિયા તરફથી રમશે નહિ પરંતુ તે મેલબોર્ન સ્ટારના માટે બીગ બેશ લીગ રમતા રહેશે, તેમને તાજેતરમાં મેલબોર્ન સ્ટાર્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

જોન હેસ્ટિંગ્સ છેલ્લા ૧૨ મહિનાના દરમિયાન ઈજાથી ઘણા પરેશાન રહ્યા હતા. તાજેતરમાં તે જેએલટી કપ દરમિયાન તેમને કમરની ઈજા થઈ હતી. પોતાની બોલથી ઘણી વખત બેટ્સમેનોને આશ્ચર્યચકિત કરનાર જોન હેસ્ટિંગ્સ નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ પણ કરતા હતા, તેમને ઓસ્ટ્રેલિયા માટે ૨૯ વનડે મેચ પણ રમી અને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ માં ઓસ્ટ્રેલીયન ટીમના ભાગ રહ્યા હતા, તેમને વનડે ક્રિકેટમાં ઓછા સમયમાં ખ્યાતી મેળવી હતી.

વર્ષ ૨૦૧૬ માં તે વનડેમાં બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યા હતા. જોન હેસ્ટિંગ્સે ઓસ્ટ્રેલિયા માટે ૯ ટી-૨૦ મેચ પણ રમી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.