પેટીએમ વોલેટમાં કેવાયસી અપડેટ કરવાના બહાને બેંક એકાઉન્ટ ખંખેરતા હોવાનો ખુલાશો
રાજકોટ શહેરમાં વધતાં જતા ઓનલાઇન છેતરપિંડીના વધતાં જતા ગુનાઓને ડામવા માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરાહનીય કામગીરી કરી ત્રણ અરજદારોના એક લાખ રૂપિયા પરત કરાવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચના અન્વયે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ત્રણ અરજદારો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતા તેમના પૈસા પરત કરાવ્યા હતા.
જે અંગે જાણવા મળતી વિગત મુજબ સૂરજ કરાડી વાળા હેમંત ભાઈ મડોરા નામના વ્યક્તિએ સાયબર ક્રાઇમનો અરજી કરી હતી કે તેઓની સાથે ફેસબુક પર ઘર વખરીનો સમાન લેવાની લાલચે ક્યુઆર કોડ મોકલી તેમના બેંક એકાઉન્ટમાં રૂ.66,000 ખંખેરી લીધા હતા. જેમાંથી સાયબર ક્રાઇમ દ્વારા અરજદારના રૂ.40,000 પરત કરાવ્યા હતા.
તો બીજી તરફ રાજકોટમાં રહેતા રોહિત ધીરજલાલ પરમારને પેટીએમ વોલેટમાં કેવાયસી ના બહાને રૂ.54,131 ઉઠાવી લઈ છેતરપિંડી આચરી હતી. જેથી યુવાને સાયબર ક્રાઇમમાં જાણ કરતા તેઓએ તપાસ કરી અરજદારના રૂ.49,132 પરત કરાવ્યા હતા.
તો વધુ એક છેતરપિંડીના બનાવમાં રાજકોટ રહેતા ઋચિતાબેન સોલંકીને ઓએલએક્ષ પર નોકરી માટેની જાહેરાત જોઈ સંપર્ક કરતા સનરાઈઝ પ્રા.લી. ના કર્મચારીની ખોટી ઓળખ ઊભી કરી અરજદાર પાસેથી રૂ.7,631 ઓનલાઇન પડાવ્યા હતા. જેમાં સાયબર ક્રાઈમની ટીમે પૂરેપૂરી રકમ પરત કરવું હતી.
રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે ત્રણ અરજદારોની ઓનલાઈન થયેલી છેતરપિંડી અંગેની અરજી પરથી પીએસઆઈ ડી.બી. કાકડીયા, હેડ કોન્સ્ટેબલ હરિભાઈ સહિતની ટીમે કામગીરી કરીને ત્રણેય અરજદારના મળીને રૂ.96,763ની રકમ પરત કરાવતી હતી.