આજના ઇલેક્ટ્રોનિકના વિવિધ ગેઝેટે બધુ છીનવી લીધુ છે ત્યારે મનની શાંતિ મેળવવા માનવી યોગ-ધ્યાન તરફ વળ્યો છે
ગમે તે કામ કરો પણ મનને આનંદ મળવો જોઇએ આટલી સરળ વાત કોઇને સમજાતી નથી. તંદુરસ્તીનો સિધો સંબંધ માનસિક સ્વસ્થા ઉપર છે. સામાન્ય તણાવ પણ ઘણા રોગોને નિમંત્રણ આપે છે. નિજાનંદ શબ્દ આજના યુગમાં ઘણો મહત્વનો છે ત્યારે આખા દિવસમાં આપણને બહુ ઓછા લોકો હાસ્ય કરતાં જોવા મળે છે. પહેલાના જમાનામાં આજના જેવી કોઇ સગવડા ન હોવા છતાં માનવી મુક્ત મને આનંદથી જીવતો હતો, જેની સામે આજના યુગમાં અફાટ ભૌતિક સુવિધાઓ વચ્ચે પણ માનવી અશાંત છે. બધા જ હવે કહેવા લાગ્યા છે કે આ ઇલેક્ટ્રોનિક ગેઝેટે આપણું ઘણું બધુ છીનવી લીધુ છે. આજનો સર્વ દિશાએથી કંટાળેલો માનવી યોગ-ધ્યાનમાં પૈસા ખર્ચીને શાંતિ મેળવી રહ્યો છે.
સમાજ અને તેની વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે પણ સંતાનો ગેરમાર્ગે જાય તે કોઇ મા-બાપ ચલાવી ન લે પણ હવે આજના યુગમાં મા-બાપો સંતાનોને કહી શકતા નથી. સ્વચ્છતા વધવાથી ઘણી મુશ્કેલીઓ પરિવારો સહન કરે છે. આજનો ભણેલ-ગણેલ છોકરો મા-બાપને કહે છે કે તમને ખબર નહી પડે. સમાજ વ્યવસ્થામાં પરિવારનાં વડીલોની છત્રછાયાનું જ્યાં માન-પાન ન હોય ત્યાં આપણે શું આશા રાખી શકીએ. દોરડાવાળા, ફોન, તાર, પેજર, એસટીડી બોક્સ, સાદા મોબાઇલ સાથે ટેબલેટ, લેપટોપ, કોમ્પ્યૂટર, ઇન્ટરનેટ વિગેરે આવતા હવે યુવાધન આ બધામાં જ 24 કલાક રચ્યો-પચ્યો રહેતો હોવાથી તેનો વિકાસ થતો નથી. ખરેખર તો આજનો યુવા વર્ગ લક્ષ્યહીન છે તેને કોઇ માર્ગદર્શન આપનારો જ નથી.
માનવીનો જન્મથી વૃધ્ધી પામતા શારીરીક, માનસિક અને સામાજીક વિકાસ કરતો જ યુવા થઇને પોતાનો સંસાર શરૂ કરે છે. મા-બાપ તો ભણાવી ગણાવીને તમને સતત આગળ વધવા પ્રેરણા અને ખર્ચ કરે છે પણ અંતે તો તેમને ભાગે દુ:ખ જ આવે છે. આજના સંતાનો જુદા થઇને મા-બાપને તેમના અંતિમ તબક્કા માટે નોંધારા મુકી દે છે. આજના યુગમાં તંદુરસ્તી સાથે માનસિક સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. પણ આર્થિક આવકની મર્યાદા, સંતાનોને ભણાવવાના ખર્ચ સાથે હાલની મોંઘવારીમાં બે છેડા ભેગો કરતો માનવી કંટાળી જતો જોવા મળે છે કે તે માનસિક તાણનો શિકાર બની જાય છે.
તરૂણો કે તેની એડોલેશન જીવન કાળમાં તેનામાં ઘણા શારીરીક ફેરફારો, આવેગો આવતા હોવાથી અને ટીવી, ફિલ્મો, મોબાઇલ કે સોશિયલ મીડિયાના અતિરેકથી તેઓ ઘણીવાર અવડે પાટે ચડતા જોવા મળે છે. મોબાઇલ ક્રાંતિના લાભ કરતાં ગેરલાભ વધુ છે. આજે તો મોડી રાત્રીએ સુતો યુવાન બપોરે જમવા સમયે જાગે છે ત્યારે તેના જીવન લક્ષ્ય બાબતે ક્યારે કાર્યરત થશે એ મોટો પ્રશ્ર્ન છે. બીજું આજના યુગમાં બધાએ રાતોરાત રૂપિયાવાળું બની જવું છે અને દેખાદેખીમાં લોન કે ઊંચા વ્યાજે કરજ કરીને મોજ શોખ પુરા કરવા છે ત્યારે સામે ચાલીને મુશ્કેલી લેવા જેવો ખેલ યુવાવર્ગમાં જોવા મળે છે. હાઇસ્કુલથી ભણતો છાત્ર કંટ્રોલમાં રહેતો ન હોવાનું શિક્ષકો કહે છે તેની પાછળ આવા કારણો પણ મહત્વના હોય છે.
માનો ખૂબ જ શ્રેષ્ઠ હતો કારણ ફક્ત એક જ કે તેમાં તણાવમુક્ત જીવન સાથે ઓછી જરૂરિયાતોમાં દરેક માનવી જીવન પસાર કરતો હતો. ખોટા ખર્ચા જેવું જ ન હોવાથી ‘દેણા’ થતાં જ નહીને માનવી જે કમાતો તેમાંથી પણ પરિવાર માટે બચત કરતો હતો. પહેલો કોઇ આજની જેમ લોનના હપ્તા ભરતો ન હતો, એકબીજાની મદદથી ગમે તેવા પ્રસંગો પાર પાડી દેતો હતો. મોટું કુટુંબ હોવા છતાં સુખી હતા આજે એનાથી ઉલ્ટું નાનું કુટુંબ હોવા છતાં દુ:ખી કુટુંબ કહેવાય છે.
સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત પરિવારો થતાં ઘણી મુશ્કેલીનો પ્રારંભ થયો હતો. એક વાતએ પણ છે કે દરેક સમાજમાં પરિવર્તન જરૂરી હોય છે પણ પરસ્પર સમજુતીથી થાય તો આજની જેમ ઝગડો કરી કે ભાઇ-ભાગ પાડીને નહીં. સંયુક્ત કુટુંબમાં એક નબળો ભાઇ બધા ભેગો સચવાઇ જતો હતો અને સાથે એક સારી વાતએ હતી કે એ જમાનામાં મદદ બધી મળી જતી હતી. આજે આનાથી સવા ઉલ્ટી ગંગા જોવા મળે છે. સમુહમાં બેસીને મનોરંજન માણતો પરિવારનો આનંદ આજની ફોરેન ટુર કરતા પણ સો ગણો વધારે આનંદ આપી જતો હતો. સમુહમાં તમામ પ્રકારની ઉજવણી, શુભપ્રસંગો, માઠા પ્રસંગો, મુશ્કેલી વિગેરે સૌ સાથે હોવાથી કશી તકલીફ પડતી ન હતી.
આજનો માનવી ઇલેક્ટ્રોનિક ગેઝેટમાં ગુંચવાઇ જતાં હવે તેને તેમાંથી બહાર કાઢવો મુશ્કેલ છે. જરૂરીયાત બાદ ટેવ અને હવે તો લત લાગી હોવાથી તે જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પહેલાની ફિલ્મો આજે પણ જુઓ તો આપણને એ જમાનો યાદ આવી જાય છે, ગીતો તો આપણે આજે પણ રીમીક્સ કરીને સાંભળીએ છીએ, બાકી તો આજની ફિલ્મો તો ઘણી બધી બદીઓનું યુવા વર્ગમાં સિંચન કરે છે. ઇન્ટરનેટનો આવિષ્કાર ઘણા સારા પાસાઓ લાવ્યા હતા પણ આપણે તેનો દુર ઉપયોગ કરીને ‘પોનોગ્રાફી’ને વેગ આપી દીધો છે.
સમાજ બગડી ગયો છે તેમ બધા કહે છે પણ કોઇએ સુધરવું નથી, તમામ સમસ્યાનો હલ દરેક વ્યક્તિ પોતે જ બદલાવ લાવે તે જ છે. આજના લોકોમાં ધિરજ, સહનશિલતા, સમજદારી, માન-મર્યાદા જેવું જ કશુ ન હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો પોતે જ હાથે કરીને ઉભો કરે છે. સાયકલ જ પૈડાના ચક્રની જેમ બધુ જ ફરી-ફરીને આવે છે તેમ જો ફરી જુનો જમાનો આવી જાય તો જીવનમાં ફરી નિજાનંદનો દરિયો ઘુઘવવા લાગે. દરેક માનવી પોતાનાથી થતી એકબીજા પ્રત્યેની સેવા ભાવના જ મોટાભાગના પ્રશ્ર્નોનો હલ કરશે. આવનારી પેઢીના વિકાસ માટે આજે મા-બાપ સહિતના કોઇના પાસે ટાઇમ નથી ત્યારે આવનારૂ આપણું વિશ્ર્વ કેવું હશે તેની કલ્પના કરજો. દિનચર્યાને ખોરાકમાં થયેલા ફેરફારોએ શરીરને ક્ષણને રોગીષ્ટ બનાવી દીધા છે ત્યારે સ્વ-વિકાસ કરવાની વાત ક્યાં રહી !!! ‘સંપ ત્યાં જંપ’ જેવી વાતનો ફરી યુગ લાવો એ જ સંકલ્પ.
અબજો રૂપિયાની સં5તિ કરતાં શરીર તંદુરસ્તી અતિ મહત્વની !!
આજના ફાસ્ટ યુગમાં કોઇ માનવી પાસે સમય નથી, રૂપિયા બનાવવાની હરણફાળ દોડમાં બધા જ વ્યસ્થ જોવા મળે છે ત્યારે એક વાત નક્કી છે કે અબજો રૂપિયાની સં5તિ કરતાં શરીર તંદુરસ્તી અતિ મહત્વની છે. આજના માનવીમાં પોતાના માટે સમય નથી ત્યાં સંતાનો માટે ક્યાંથી સમય કાઢે એ જ વિષમ પરિસ્થિતિ છે. સંયુક્ત પરિવારની મઝા વિભક્ત કુટુંબમાં છીનવાઇ ગઇ. આજે તો બહુ ઓછા લોકો પાસે માનસિક સ્વસ્થતા જોવા મળે છે. ડાયાબિટીસ, હૃદ્યરોગ, બી.પી. જેવા ઘણા રોગો ફક્ત આપણી જીવનશૈલીને કારણે છે. બેઠાડું જીવનને કારણે આવતી મુશ્કેલીની બધાને ખબર છે પણ કોઇને ચાલવું નથી. આજના નાની વયના યુવાનોને આવતા હાર્ટ એટેક એની જ ભૂલે આવે છે તે ભૂલવું ન જોઇએ.