મોબાઈલ નં. 9624182182 ઉપર મીસ કોલ કરી ભાજપના સભ્ય બની શકાશે
બીજેપી ડિજીટલ વોરિયર્સનો ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે યોજવામાં આવ્યો. એક નંબર (96 24 182 182) પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબરથી મીસ કોલ કરી ડિજિટલ વોરિયર્સ કેમ્પિયનનો પ્રારંભ કરાવ્યો. ટેકનોલોજી યુગમાં વધુ લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય છે ત્યારે ગુજરાતમાં વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે 15 દિવસનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મનનભાઇ દાણીએ જણાવ્યું કે, બીજેપી ડિજિટલ વોરિયર્સ અભિયાન 22 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. આ અભિયાનથી રાજયના યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. જાહેર કરેલ નંબર પરથી મીસ કોલ કરવાથી કેમ્પેયનમાં જોડાવાની લીંક આવશે. જે લીંક મારફતે જરૂરી વિગતો ભરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુવાનો એ કેમ્પિયનમાં જોડાઇ શકશે.આ અભિયાનથી રાજયના નવ યુવાનોના સુચન તેમજ ફરિયાદને પણ જાણવાનો અવસર મળશે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો લોકો સાથે સતત જોડાવવા નવતર અભિગમ થકી પ્રયાસ કરતા હોય છે ત્યારે આજે ડિજિટલ વોરિયર્સ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન થકી અંદાજે 1 કરોડ 13 લાખથી વધુ ગુજરાત ભાજપના પ્રાથમિક સભ્યો છે. 80 લાખથી વધુ પેજ કમીટીના સભ્યો છે. હજુ વધુ યુવાનો અને શુભેચ્છકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાનથી ગુજરાતના અલગ-અલગ ક્ષેત્રમાં ટેકનોસેવી યુવાનો ભાજપ સાથે વધુમાં વધુ જોડાશે તેવો વિશ્વાસ છે.