વિદેશોમાં ફૂટબોલની રમતનો ક્રેઝ ક્રિકેટ કરતાં પણ વધારે છે ત્યારે ફૂટબોલ માટે મહત્વની ગણાતી ફીફા અન્ડર 17નું આયોજન પ્રથમ વાર ભારતમાં થયું છે. તે માટે ભારતીય રમત-ગમત જગત માટે આજનો દિવસ ઘણો મોટો છે. પહેલીવાર ભારતમાં ફીફા ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યુ છે. આજથી ફીફા અંડર-17 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. આજની પ્રથમ મેચ જોવા પ્રધાનમંત્રી મોદી પણ આવશે. ફીફા માટે બનાવવામાં આવેલું ખાસ ગીત મૌકા ન કોઈ છૂટે … ખૂબ લોકપ્રિય થયું છે જેને મિકા, શાન તથા સુનિધિએ ગાયુ ંછે અને આ થીમ સોંગમાં ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને લોકનૃત્યોની ઝલક જોવા મળી રહી છે. આ ગીતનું એક આકર્ષણ સચિન તેંડુલકર, મેરિકોમ પણ છે.
આ ટુર્મામેન્ટ જ્યાં યોજાવાની છે ત્યાંની મુલાકાત રમત ગતમ મંત્રી રાજ્ય વર્ધન સિંહ રાઠૌરે લીધી હતી. અને એક દિવસ અગાઉ તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પહેલા દિવસે યજમાન ભારતનો મુકાબલો અમેરિકાની ટીમ સાથે છે.આ મેચને જોવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં હાજર રહેશે.
https://www.youtube.com/watch?time_continue=10&v=GYzBKOej3p8
ફીફા અંડર-17 વર્લ્ડ કપ માટે હિંદીમાં ટ્વિટર એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગ્યે ભારત અને અમેરિકા વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શરૂ થશે. આ મેચ જોવા માટે વડાપ્રધાન મોદી સાથે ઘણાં બાળકો પણ આવવાના છે. આઝાદી બાદ ભારત ફીફા વર્લ્ડ કપમાં પહેલી વખત ભાગ લઈ રહ્યું છે. આ પહેલા 1950માં ભારતને સિનિયર વર્લ્ડ કપ રમવાનો મોકો મળ્યો હતો. પરંતુ ભારતે તે વખતે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.
હાલ ભારત ક્રિકેટની બાદશાહત ધરાવે છે. હવે વારો ફૂટબોલની રમતમાં દમ દેખાડવાનો છે. ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડૂલકરે પણ ભારતીય ટીમને પહેલી મેચ માટે શુભેચ્છાઓ પાઠવી છે. સચિને વીડિયો મેસેજ જાહેર કરીને કહ્યું હતું કે આ ભારતીય રમત જગત માટે એક મોટી પળ છે. આપણને આના પર ગર્વ થવો જોઈએ.