લાંબા ગાળા બાદ કલેકટર દ્વારા એક સાથે 103 જેટલા અધિકારી કર્મચારીઓની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ અને બદલી કરાઈ
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે તેવા સંજોગોમાં અધિકારીઓને કર્મચારીઓની બદલીઓનો દોર યથાવત થઈ જવા પામ્યો છે ખાસ કરીને પહેલા પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ અને પોલીસ તંત્રમાં પીઆઇ પીએસઆઇ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની બદલી કરી અને તાત્કાલિક હાજર થવા અંગેની સુચના જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી.
ત્યારે પોલીસ તંત્રની બદલી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પ્રશાસન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા બદલીઓનો દોર યથાવત કરી નાખવામાં આવ્યો છે એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી નાખવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર મૂકી દેવામાં આવ્યા છે લાંબા ગાળા બાદ બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે તેવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી અને કર્મચારીઓ બદલીઓની માંગ કરી રહ્યા હતા અંતે વિધાનસભાની ચૂંટણી આવતા જ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા બદલીનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે પ્રથમ તબક્કામાં 103 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે.
ત્યારે આ બદલીમાં 12 જેટલા તલાટીઓ 45 જેટલા નાયબ મામલતદાર 46 જેટલા ક્લાર્ક ની પ્રથમ તબક્કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બદલી કરી નાખવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે હાજર થવાની સૂચના પણ જિલ્લા કલેકટર દ્વારા બદલી થયેલા અધિકારીઓને કર્મચારીઓને આપવામાં આવેલી છે ત્યારે ઉલ્લેખનીય છે કે લાંબા વિરામ બાદ એક સાથે જિલ્લા કલેકટર કચેરી મામલતદાર ઓફિસ અને ક્લાર્ક તરીકે અલગ અલગ કચેરીઓમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની બદલીઓ કરી નાખવામાં આવતા કામગીરી અંગે પણ નવા આવનાર અધિકારીઓ ને તકલીફ ઊભી થશે તે પણ ચોક્કસ વાત છે.