સામાન્ય જનતામાં, સ્ત્રી – પુરૂષ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે કુલ 9 કેસબારી ધમધમશે
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે વિશાળ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સબંધીઓને મદદરૂપ થવા માટે સિવિલ તંત્ર દ્વારા “પબ્લિક હેલ્પ ડેસ્ક” શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે કેસ બારીમાં પણ ભવિષ્યમાં કુલ 9 કેસ બારી ધમધમતી થશે.
સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ અને તેમની સાથે આવતા સબંધીઓને કોઈ મુશ્કેલી ન પડે અને સુવિધાઓમાં પણ વધારો થાય તે હેતુસર સિવિલ તંત્ર દ્વારા જાહેર સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
આ જાહેર સહાયતા કેન્દ્ર દર્દીઓને તેમને સારવાર કરવા માટે જવાના વોર્ડની જાણકારીથી માંડી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે શરૂ કરવામાં આવ્યું છે.
એટલું જ નહિ પરંતુ સિવિલ હોસ્પિટલમાં કેસ બારીએ પણ પબ્લીકની લાંબી કતારો લાગતી હોય છે. તેથી ટૂંક સમયમાં જ ઓપીડી બિલ્ડિંગમાં કુલ 9 કેસ બારી શરૂ કરવામાં આવશે.
આ સાથે સિવિલ તંત્ર દ્વારા બિનવારસી દર્દીઓ માટે અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે. સિવિલ તંત્ર દ્વારા હેલ્પ લાઈન નંબર બહાર પાડવામાં આવ્યા છે. જે કોઈ વાલીવરસ વગરના દર્દીઓ જોવા મળે તો તો તે હેલ્પ લાઈન પર જાણ કરતા તેમની મદદ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. જેના માટે સિવિલ હોસ્પિટલ ટીમ દ્વારા સમાજ કલ્યાણ ખાતાના નંબર 14567 પર જાણ કરવાની રહેશે. તો સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર 72111 02600, 72111 02700, 72111 028000 પર જાણ કરવા જણાવ્યું છે.
બારી નં. કેટેગરી
1 સિનિયર સિટીઝન – પીએમજેએવાય
2 સામાન્ય કેસ બારી – પુરુષો
3 સામાન્ય કેસ બારી – પુરુષો
4 સામાન્ય કેસ બારી – સ્ત્રીઓ
5 સામાન્ય કેસ બારી – સ્ત્રીઓ
6 જૂના કેસ અને જેલના કેદી
7 પૂર્વ પ્રસૃતી અને સ્ત્રી રોગ
8 બાળ રોગ સારવાર કેસ
9 દિવ્યાંગ માટેની કેસ બારી