‘અબતક’ના એકઝીકયુટીવ ડિરેકટર દેવાંશભાઈ મહેતાની મુલાકાત લેતા તબીબો
સૌરાષ્ટ્રમાં પ્રથમ કાર્ડીયો પલ્મોનરી રીહેબ સેન્ટર કાલે ‘વર્લ્ડ ફિઝીયોપેરાપી ડે’ ના રોજ કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ અને સેેન્ટર ખાતે શરુ થવા જઇ રહ્યું છે. સામાન્ય પણે લોકોને ફિઝીયોથેરાપી ની સારવાર ખાલી સાંધા અને દુખાવા પુરતુ જ સિમીત છે એવો ખ્યાલ છે. પરંતુ ફિઝીયોથેરાપીમાં એક ખાસ બ્રાન્ચ છે. કાર્ડીયો પલ્મોનરી ફિઝીયોથેરાપી, તે સંપૂર્ણ પણે હ્રદય અને ફેફસાના સ્વાસ્થ્ય સુધારવામા કારગત નિવડે છે.
હ્રદય, ફેફસા, તેમજ ફિટનેસ માટેની આ ફિઝીયોથેરાપી સારવાર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. એવા ઘણા બધા રિસર્ચ અને આર્ટીકલ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે.કે.કે. શેફ ફિઝીયોથેરાપી કોલેજ અને સેન્ટર છેલ્લા 20 વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રમાં એક ઉતમ અને ઉમદા કાર્ય માટે ફરજ બજાવી રહેલ છે. આ સારવાર કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ અને સેન્ટર ખાતે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવશે.
કે.કે.શેઠ કોલેજના ટ્રસ્ટી અતુલભાઈ મોદી, નેહાબેન દફ્તરી તેમજ પ્રિન્સિપાલ ડો.જયેશ પરમાર અબતક મીડિયા હાઉસની શુભેચ્છામુલાકાતે આવ્યા હતા.અબતકના એક્ઝિક્યુટિવ એડિટર દેવાંશભાઈ મહેતા સાથેની વાતચીતમાં નવા ફિઝીયોથેરાપી યુનિટ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કયાં પ્રકારના રોગોમાં આ સારવાર લઈ શકાય છે?
- સી.ઓ.પી.ડી. (ઈઘઙઉ)(બિડી અને સીગરેટને કારણે થતો ફેફસાનો રોગ)
- ન્યુમોનીયા – દમ (અસ્થમા)
- હદય ના ઓપરેશન પછી (જેમકે બાયપાસ સર્જરી , વાલ્વની સર્જરી , એન્જીયોપ્લાસ્ટી ના દર્દીઓ)
- હાઈપર ટેન્શન (ઇંશલવ ઇ.ઙ ..)
- વેરીકોઝ વેઈન
- બ્રેસ્ટની સર્જરી પછી હાથમાં આવતા સોજાની સારવાર
- કોઈપણ ફેફસાના તથા શ્વાસના રોગો
કાર્ડીયો પલ્મોનરી ફિઝીયોથેરાપી સારવારમાં શું કરવામાં આવે છે?
– તમારી જરૂરીયાત સાથે મેળ ખાતી કસરતથી તમારી સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તીનો એક મહત્વપૂર્ણ ભાગ છે , જે નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટ તમને કસરતમાં કેવી રીતે મદદ કરી શકે તે અંગે માર્ગદર્શન આપી શકે છે .
– નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટ તમને અલગ અલગ ટેસ્ટ દવારા ચેક કરી ને તમને કઈ કસરતની અને કેટલા સમય સુધી જરૂર છે એ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે.
કાર્ડીયો પલ્મોનરી ફિઝીયોથેરાપીથી કયા પ્રકાર ના ફાયદા થઈ શકે છે ?
– શરીરની તંદુરસ્તીમાં વધારો
– શ્વાસની તકલીફો ઓછી થવી
– સ્નાયુઓની શકિતમા વધારો થઈ શકે છે
– વિચારશરણી હકારાત્મક બને છે
– માનસીક તણાવ ( રોગ અંગે ) ઓછુ થઈ શકે છે
– ફરીથી દૈનિક કાર્ય પહેલાની જેમ ઝડપથી થાય અને સારી રીતે થાય
– કફ / ગળફા ને ફેફસા માંથી બહાર સરળતાથી કાઢી શકાય છે .
જયારે કોઈ વ્યકિત ફેફસાના રોગથી સંક્રમિત થાય ત્યારે શરીરમાં ઓકસીજનનું સ્તર કુદરતી રીતે ધટે અને બ્લડ પ્રેસર માં પણ બદલાવ આવી શકે છે . સામાન્ય રીતે આ કારણથી આખા શરીર ને એકસીજન પુરતો પહોંચાડવા હદય ને વધારે કામ કરવુ પડે છે . જેને કારણે સ્થિતી ગંભીર બને છે.આવા પ્રકારના દર્દીઓને પણ ફાયદો થાય છે.
આ સારવાર કેટલા સમય માટે કરવામાં આવે છે?
ઉપરોકત સારવાર માં પહેલા પી.એફ.ટી. ( પલ્મોનરી ફન્કશન ટેસ્ટીંગ ) , 6- મીનીટ વોક ટેસ્ટ , પલ્સ ઓકસીમેટી અને ફીટનેશ ટેસ્ટીંગ જેવા બીજી ઘણી બધી તપાસ થી દર્દીના ફેફસાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે . પછી દર્દી ની ફરીયાદો અને તેને દૈનિક કાર્ય માં પડતી મુશ્કેલીઓના આધારે આખો રીહેબીલીટેશન પ્રોગ્રામ બનાવવામાં આવે છે . આ સારવારની કોઈ આડ અસર નથી . આ સારવાર રોજથી લઈ ને અઠવાડીયામા બે થી ત્રણ વાર કરવામાં આવે છે . જે થોડા થોડા સમયાંતરે આ સારવારની કેટલી અસરકારકતા છે એ અંગેનું મુલ્યાંકન પણ કરવામાં આવે છે . આ સારવાર ફેફસા અને હદય ની દવા ચાલુ હશે તો પણ કરી શકાશે . શ્રી કે.કે.શેઠ ફિઝીયોથેરાપી કોલેજ અને સેન્ટર છેલ્લા 20 વર્ષ થી સમગ્ર સારાષ્ટ્રમાં એક ઉતમ અને ઉમદા કાર્ય માટે ફરજ બજાવી રહેલ છે . આ સારવાર શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ અને સેન્ટર ખાતે સવારે 9-00 કલાક થી સાંજના 5-00 કલાક સુધી નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવશે.
- હૃદય અને ફેફસાના લગતા તમામ દર્દની ફિઝીયોથેરાપી સારવાર અહીં ઉપલબ્ધ: નેહા દફ્તરી (ટ્રસ્ટી, કે.કે.શેઠ ફિઝિયોથેરાપી સેન્ટર )
કે.કે.શેઠ ફિઝીયોથેરાપી સેન્ટર,કે.કે.શેઠ કોલેજના ટ્રસ્ટી નેહા દફ્તરીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લોકો એવું સમજતા હોઈ કે ફિઝીયોથેરાપી સેન્ટર એટલે સાંધાના દુ:ખાવા માટે હશે.અમે નવો કોન્સેપ
કાર્ડિયોપલમોનોરી રિહેપ સેન્ટર. કોરોનાની પોસ્ટ ઇફેક્ટ ને કારણે ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે હૃદય અને ફેફસા નબળા પડી ગયા હોય તો અમે એવા સાધનો વસાવ્યા છે જેનાથી અમે સારવાર આપી ને હૃદય અને ફેફસા પહેલાની જેમ નોર્મલ કરી શકીએ. વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે નિમિતે સામાન્ય માણસ ને અમે એક નવો જ યુનિટ આપી ને લોકોને વધારે સારી રીતે સેવા આપવા નવું જ યુનિટ શરૂ કરી રહ્યાં છીએ.
- ઓક્સિજનની મદદ લઈને પણ દર્દી કસરતો કરી શકે તે તમામ સગવડ ઉપલબ્ધ: ડો.જયેશ પરમાર (પ્રિન્સિપાલ, કે.કે.શેઠ કોલેજ)
ડો.જયેશ પરમારે જણાવ્યું હતું કે કોરોના પછી લોકોને ફેફસા અને હૃદય ની ઘણી બીમારીઓ જોવા મળી રહી છે.ટ્રસ્ટીઓની મદદથી ખાસ ફેફસા અને હૃદય ને લગતા કોઈ પણ રોગોની ફિઝીયોથેરાપીની મદદથી સારવાર કરી શકાય તે માટે અમે નવો જ યુનિટ શરૂ કર્યો છે. જેમાં વિવિધ સાધનો દ્વારા ફેફસા ને હૃદય ને પહેલાની માફક જ સ્વસ્થ કરી શકીએ.જરૂરી તમામ સાધનો અમે અહીં રાખ્યા છે.દર્દીને ઓક્સિજન આપી ને પણ કસરતો કરાવી શકાય તે તમામ સગવડ અહીં ઉપલબ્ધ છે.
- ફેફસા અને હૃદયની ક્ષમતા કેટલી તે અહીં તપાસ થશે: ડો.વિધિ તલાટી જોશી
ડો.વિધિ તલાટી જોશીએ જણાવ્યું હતું કે દર્દીઓની ફેફસા અને હૃદયની ક્ષમતા કેટલી છે તે અહીં તપાસ કરી ને આગળની ફિઝીયો ટ્રીટમેન્ટ આપવાની અમે શરૂઆત કરીએ છીએ.ફેફસા તેમજ હૃદયને લાગતા તમામ પ્રકારના દર્દની સારવાર માટે જરૂરી સાધનો અહીં નવા યુનિટમાં રાખવામાં આવે છે.મશલ એક્સરસાઇઝ , દર્દીઓને ગળફા કે કફ કાઢવા માટેનું મશીન, પીક ફ્લો મીટર, એકા પેલા , સ્પાઇરો મીટર દ્વારા ફેફસામાં કેટલા પ્રમાણમાં હવાની જરૂર છે તે માપી શકાય છે.પલ્મોનરી ફંક્શન ટેસ્ટિંગ મશીન દ્વારા ફેફસાની કાર્યક્ષમતા કેટલી નબળી છે તે તાત્કાલિક માપી શકાય છે સંપૂર્ણ ગ્રાફ સાથે એનાલીસિસ મળી જશે તેના પરથી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ડીસાઈટ થશે.આપણે હૃદય અને ફેફસા સ્વસ્થ રાખવા નિયમિત કસરતો કરી પૌષ્ટિક આહાર મેળવવો જોઈએ અને વ્યસનથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ.