નીચલી કોર્ટ દ્વારા થયેલ છ વર્ષની સજા સેસન્સ કોર્ટમાં એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાની ધારદાર દલીલોના કારણે નિર્દોષ જાહેર કરાયા
રાજકોટના પોલીસ હેડકવાર્ટરમાં ૨હેતા ન૨વીરસિંહ ગુલાબસિંહ ઝાલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવેલી હતી કે તા.૧૮/૧૨/૦૮ ના રોજ તેઓ પોલીસ હેડકવાર્ટરમાં આવેલ ગેસ એજન્સીમાં ગેસ કનેકશન લેવા માટે પુછપરછ કરવા માટે ગયેલ ત્યારે બહાર એક વ્યકિત ઉભેલ હતી અને ગેસ એજન્સીમાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વસંતભાઈ મહેતા કાઉન્ટર ઉપર બેઠેલ હતા અને બહાર ઉભેલ વ્યકિતએ વિપુલભાઈને બાટલો લેવો છે તેમ કહેલ અને વિપુલભાઈએ બાજુમાં બેઠેલ નિલેષભાઈ પોલીસવાળાને કે જે ગેસ એજન્સીનું સંચાલન કરે છે તે વ્યક્તિને ગેસનો બાટલો લેવાની વાત કરેલ જેથી નિલેષભાઈએ રૂા.પ૦૦/– લઈ ગેસનો બાટલો આપવાનો જણાવેલ અને નકકી થયા મુજબ નિલેષભાઈએ રૂા.પ૦૦ લઈ આવેલ વ્યકિતને ગેસનો બાટલો આપેલ અને આ ગેસનો બાટલા આપવા અંગે કોઈપણ જાતની પાસબુક કે આધાર પુરાવા માંગેલ નહી અને કાંઈ પુછપરછ કર્યા વગર ગેસનો બાટલો આપી દીધેલ હતો અને આ રૂા.૫૦૦/– નો કોઈ હીસાબ એજન્સીમાં લીધેલ નથી. જેથી ગેસ એજન્સીમાં ઉચાપત કર્યા બાબતની ફરીયાદ નોંધાવેલી હતી. જે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા આઈ.પી.સી. કલમ ૪૦૯, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુધારાની કલમ ૩ તથા ૭ મુજબની ફરીયાદ નોંધેલ હતી.
ત્યારબાદ ઉપરોકત કેસ નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ થતા ચાલવા ઉપર આવેલ હતો જેમાં નામદાર ચીફ કોર્ટ દ્વારા ફરીયાદી તથા પંચ તથા સાહેદોની લેવામાં આવેલ હતી અને ત્યારબાદ પુરાવાઓના આધારે આરોપીઓને આઈ.પી.સી. કલમ ૪૦૯, ૧૧૪ ના ગુન્હા અન્વયે પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા.૫૦૦૦|– નો દંડ કરવામાં આવેલ હતો તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અન્વયે એક વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.પ૦૦૦/– દંડનો હુકમ કરવામાં આવેલ હતો.
ઉપરોક્ત સજાની સામે આરોપી તરફે નામદાર સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવેલી હતી જે અપીલ ચાલવા ૫૨ આવી જતા અરજદાર આરોપી તરફે એક મતલબની ૨જુઆત ક૨વામાં આવેલી હતી કે પોલીસ અધિકારીઓને પુરવઠા શાખા અન્વયે ફરીયાદ ક૨વાની સતા નથી આ માટે સરકાર દ્વારા નિમવામાં આવેલ ગેઝેટેડ ઓફીસર દ્વારા ફરીયાદ થઈ શકે તેમજ ઉચાપત અંગેના રૂા.પ૦૦/– નો કોઈ પુરાવો મળી આવેલ નથી તેમજ આરોપીઓ ગેસ એજન્સીમાં ફરજ બજાવતા હતા તેનો કોઈ આધાર ૨જુ થયેલ નથી તેમજ હાલની ફરીયાદ જો ગેઝેટેડ ઓફીસર દ્વારા આપવામાં આવેલ ન હોય તો તેમાં કોર્ટ દ્વારા કોગ્નીજન્સ ન લઈ શકાય પરંતુ હાલના કેસમાં તો સજા કરવામાં આવેલી હતી. તેમજ નામદાર નીચેની કોર્ટ દ્વારા પુરાવાનું યોગ્ય મુલ્યાંકન કર્યા વગર આરોપીઓને સજા ક૨વામાં આવેલ છે.
આમ ઉપરોકત દલીલો તથા કેસના સંજોગો કાયદાકીય પ્રક્રિયાઓ ધ્યાને લઈ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા અરજદાર આરોપીઓ સુંદરભાઈ કુંજુભાઈ પટેલ, વિપુલભાઈ વસંતભાઈ મહેતા, નિલેશભાઈ વિનયચંદ્ર પંડયાને કરવામાં આવેલ છ વર્ષની સજા સામેની અપીલ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા મંજુર ક૨વામાં આવેલી હતી અને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.
આ કામમાં રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી તથા સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.