અમદાવાદ અને સુરતમાં પાંચ ટીપીને બહાલી અપાતા 10900થી વધુ આવાસ બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ 3 પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડા ની ડ્રાફ્ટ સ્કીમ 413એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.પ4 ઓગણજ પણ મંજૂર કરી છે.
ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. 413 (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે. આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ 3પ.03 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી 6.91 હેક્ટર્સમાં 6ર00 જેટલા ઈડબુલ્યુએસ આવાસો બની શકશે. બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે પ.9પ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 6.19 હેક્ટર્સ તથા વેચાણ હેતુસર 1પ.97 હેક્ટર્સ જમીન મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની જે બે પ્રિલીમીનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી 69-કોતરપૂર અને ટી.પી 3પ જગતપૂરનો સમાવેશ થાય છે. આ બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મળીને કુલ ર7.04 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
પ્રિલીમીનરી ટી.પી. 69 કોતરપૂરમાં 783 જેટલા ઈડબલ્યુએસ આવાસો માટે 0.87 હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે 1.86 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 1.73 હેક્ટર્સ અને વેચાણ હેતુસર 4.43 હેક્ટર્સ જમીન મળશે.
આ ઉપરાંત પ્રિલીમીનરી ટી.પી-3પ જગતપૂરમાં 3.3પ હેક્ટર્સ જમીન 3000 ઈડબલ્યુએસ આવાસોના નિર્માણ માટે, 3.81 હેક્ટર્સ જમીન બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે ર.પ9 હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે 8.3પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-41 ડીંડોલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ 7.34 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-41 ડીંડોલીમાં 1000 ઊઠજ આવાસોના નિર્માણ માટે 1.21 હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે 1.રર હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 3.43 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર આશરે 1.47 હેક્ટર્સ જમીન મળશે. આમ, મુખ્યમંત્રી એ મંજૂર કરેલી આ ટી.પી સ્કીમના પરિણામે કુલ 10,900 ઈડબલ્યુ.એસ આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને 69.41 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.