પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ સોલાર પંપ સેટના ઉપયોગથી ખેડૂતોને વીજળી અને શ્રમની બચત

બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે વિવિધ નીતિઓની પહેલ અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાઇ છે. જેથી જગતનો તાત આત્મ નિર્ભર અને સક્ષમ બની શકે. ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ દરમિયાન પાણી અને વીજળીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા સૂર્ય ઉર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી કરી આત્મ નિર્ભર બની શકે તે માટે પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન “પી.એમ. કુસુમ યોજના” શરૂ કરવામાં આવી છે.

પી.એમ.કુસુમ યોજનાને કોમ્પોનન્ટ-એ,  કોમ્પોનન્ટ-બી, અને કોમ્પોનન્ટ-સી એમ 3(ત્રણ) ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. કોમ્પોનન્ટ-બી હેઠળ ખેડૂતોને ડીઝલને બદલે સોલાર પંપ સેટ ઉપલબ્ધ કરાવવાની યોજના અમલમાં છે. જેના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ નોડલ એજન્સી તરીકે “ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ” (ૠઞટગક)ની નિમણુક કરવામાં આવેલ છે. આ યોજના અન્વયે જે વિસ્તારમાં ખેતીવાડી વીજ કનેકશન ઉપલબ્ધ ન હોય તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પિયત માટે હયાત ડીઝલથી ચાલતા પંપ સેટને બદલાવી સોલાર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે. સોલાર સિંચાઈ પંપ દ્વારા ખેડૂતોની વીજળી અને શ્રમ બંને બચાવી શકાય છે. અને પ્રદૂષણ ઘટાડી પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ થાય છે.

યોજનામાં સબસીડી મળવા પાત્ર

આ યોજના અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી નાના અને સીમાંત ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે. જો ખેડૂતો બાકીના 40% ખર્ચમાં પણ ઘટાડો કરવા ઈચ્છતા હોય  તેઓ નાબાર્ડ, બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી 30% ટકા ખર્ચ માટે લોન મળી શકે છે. સરકાર અને નાબાર્ડની ગ્રાન્ટ બાદ ખેડૂતે માત્ર 10% જ રકમ ચૂકવવાની રહે છે. આ સબસીડી 7.5 હો.પા. સુધીની મર્યાદામાં આપવામાં આવે છે. વન વિસ્તારના ખેડૂતો માટે ૠઊછઈ ના ધોરણો મુજબ, માત્ર નિયત કરવામાં આવેલી રકમ જ ભરપાઈ કરવાની રહે છે. કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ યોજનાના અરજદારોને કોઈ રકમ ચુકવવાની રહેશે નહીં. પ્રધાનમંત્રી કુસુમ યોજના ભારતના દરેક નાના-મોટા ખેડૂતોના ખર્ચને ઘટાડવામાં મદદ કરે છે.

યોજનાનો લાભ લેવાં માટે જરૂરી દસ્તાવેજો

આ યોજનાનો લાભ લેવા માટે આવકનું પ્રમાણપત્ર, રહેણાંક સરનામું, જમીનની 7/12 અને 8 – અ ની નકલ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બેંક એકાઉન્ટ સહિતના જરૂરી દસ્તાવેજો સાથે પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.