સુરતમાં અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી એક વખત ચોરી કરતી ગેંગ સુરત પોલીસે પકડી પાડી છે. આ ગેંગ ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતી હતી ત્યારે પોલીસે કરતા 4 ઈસમોની ધરપકડ કરી છે. 2 ચોરીની બાઈક અને ટેમ્પો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં બાઈક ચોરીની ઘટના સામે આવી હતી આ ઘટનામાં સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. તેથી પોલીસે આ ફૂટેજ ના આધારે આરોપીની શોધખોળ કરી હતી અને બાતમીના આધારે પોલીસે બાઈક ચોરી કરતા ચાર ઈસમોની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા જે ચાર ચોરની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી ત્રણ સગા ભાઈ છે. આરોપી મહેન્દ્ર, મહાવીર અને પંકજ સગા ભાઈ છે. આ ઉપરાંત અન્ય એક ચોરનું નામ સાથે હેમંત ખટીક છે. પોલીસ દ્વારા આ ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ચોરીની બે મોટર સાયકલ અને પાણીનો ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ પાણીના ટેમ્પોમાં પહેલા મોટરસાયકલ મૂકી દેતા હતા અને ત્યારબાદ લોકોને શક ન થાય તે માટે મોટર સાયકલની ઉપર પાણીની બોટલો મૂકી દેતા હતા. આ ચારેય આરોપી સાથે મળીને પાણીનો ધંધો કરતા હતા એટલે કે હાલ તો પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.