હિન્દુ નામ ધારણ કરી રાસોત્સવમાં આવતા વિધર્મીઓને અટકાવવા આધાર કાર્ડના આધારે પ્રવેશની વ્યવસ્થા ગોઠવી જોઇએ
રાજકોટમાં યોજાતા અર્વાચીત દાંડીયા રાસમાં હિન્દુ નામ ધારણ કરી આવતા વિધર્મીઓના દુષણને અટકાવવા રાસના પાસ માટે આધાર કાર્ડ ફરજીયાત કરવા હિન્દુ જાગરણ મંચ દ્વારા માંગ કરવામાં આવી છે.
હિન્દુ જાગરણ મંચ આ આવેદન પત્ર આપી માંગણી કરી છે કે આવનારા નવરાત્રીના પાવન અવસર પર જયારે રાજકોટના મોટાભાગના યુવક-યુવતિઓ અર્વાચીત દાંડીયા રાસમાં જતા હોય જેથી રાજકોટમાં આવા અર્વાચીન દાંડીયા રાસ ના આયોજનો ખુબ મોટી સંખ્યામાં થતા હોય છે. અને તેમાં હજારોની સંખ્યામાં લોકો જોડતા હોય છ આવા સંજગોમાં વિધર્મીઓ દ્વારા પોતે હિન્દુ નામ ધારણ કરી ને આ આયોજનોમાં આવતા હોય છે અને હિન્દુ દીકરીઓ સાથે દોસ્તી કરતા હોય છે.
સરકારી આકડાઓ મુજબ એવું પણ ઘ્યાનમાં આવ્યું છે કે નવરાત્રી પુરા થયાના એક થી બે મહિના દરમિયાન દીકરીઓના શોષણ થયાના કિસ્સાઓની સંખ્યા ખુબ મોટી સંખ્યામાં વધી જાય છે. અને તેથી તમામ અર્વાચીન દાંડીયા રાસ ના આયોજકો જે પાસ ઇસ્યુ કરે તે તમામ પાર ફરજીયાત પણે આધાર પુરો માંગી તે મુજબની વિગતો નોંધી પછી જ ઇસ્યુ અને અને તે તમામ ઇસ્યુ કરેલા પાસની એક કોપી યાદી સ્વરુપે પોતે પોાની પાસે રાખે જો તેમ કરવામાં કોઇ ચૂક કરે તો તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી જાહેરનામુ બહાર પાડવા રજુઆત કરવામાં આવી છે.
હિન્દુ જાગરણ મંચ તરફ થી મહાનગર સંયોજક મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, સમીરભાઇ શાહ, રમેશભાઇ કકકડ, વગેરેએ પણ સરકારમા રજુઆત કરી છે.