એક દિવસ પછી રેલવે ટ્રેક પરથી લાશ મળી
હાલ, ના સમયમાં ડીપ્રેસન અથવા અન્ય કોઇ કારણોસર થાકી જતાં માણસો જીંદગી ટુંકાવી લે છે. મુંબઇમાં ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા (આઇસીએઆઇ) ના પ્રમુખ નીલેશ વિકમસેયની ૨૦ વર્ષીય પુત્રી એક દિવસથી ગુમ હતી જુની લાશ મુંબઇ રેલવે ટ્રેક પરથી મળી આવી છે. આઇસીએઆઇ પ્રમુખની પુત્રી પલ્લવીએ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
એક સીનીયર જીઆરપી અધિકારીએ જણાવ્યું કે પલ્લવી દક્ષિણ મુંબઇમાં લો ફર્મ તફરથી પાછી ઘરે આવતી હતી તે દરમિયાન તેણી ગુમ થઇ હતી. લો ફર્મ કે જયાં પલ્લવી ઇન્ટનેશીપ કરતી હતી. હવે, એક દિવસ બાદ રેલવે ટ્રેક પરથી તેણીની લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. ઇન્ટર્નશીપ માંથી ઘરે પાછી ન ફરતા પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. જીઆરપીના પ્રવકતા અને ડીસીપી શામધન પાવરે જણાવ્યું કે, પરેલ અને કયુરી રોડની વચ્ચે રેલવે ટ્રેક પર સાંજના સમયે એક યુવતિની લાશ મળી આવી હતી. પરિવારજનોને જાણ કરાતા તેમણે આ યુવતિ પલ્લવી હોવાનું સ્વીકાર્યુ હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, પલ્લવીએ આપઘાત કર્યો છે જો કે, દાદર પોલીસ સ્ટેશનમાં કેસ આકસ્મિક મોત તરીકે જ નોંધાયો છે. હકિકતમાં આ આકસ્મિક મોત છે કે આપઘાત? તેની પોલીસ તપાસ કરી રહી છે.