લોન માફ, 1ર કલાક વીજળી, ટેકાના ભાવે માલની ખરીદી, નવેસરથી જમીન સર્વ જેવી ગેરેન્ટી
ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને છ આકર્ષક ગેરેન્ટી આપી છે. જેમાં ખેડૂત જે પણ પાક રિયાયત ભાવે વેચવા માંગે છે તે ખરીદવાની ગેરંટીે ગુજરાતના ખેડૂતોને લોન માફ કરવાની ગેરંટી,આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી, અમે ખજઙ પર ખેડૂતો પાસેથી પાક ખરીદીશું તેવી ગેરેન્ટી આપી છે.
ખેડૂતોને ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતોની મદદથી જમીનનો નવેસરથી સર્વે કરવામાં આવશે અને ખેડૂતો આ સર્વે કરશે. દિલ્હીની જેમ ગુજરાતના ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાના કિસ્સામાં પ્રતિ એકર રૂ.20000નું વળતર આપવામાં આવશે: ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે નર્મદાનો જેટલો કમાન્ડ ક્ષેત્ર છે તે દરેક ખૂણે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે
દ્વારકાધીશ મંદિરે પહોંચીને અરવિંદ કેજરીવાલે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવી ગુજરાત અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં દરેક બેરોજગારને રોજગાર આપવામાં આવશે અને જ્યાં સુધી તેઓને રોજગાર નહીં મળે ત્યાં સુધી યુવાનોને રૂ.3000 બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે 10,00,000 સરકારી નોકરીઓની ભરતી કરીશું. પેપર લીક કરનારાઓને 10 વર્ષ જેલમાં સજા આપવા માટે કાયદો લાવશું. ભરતીના જે પેપર લેવાના બાકી છે તે તમામ પરીક્ષાઓ લઈને ભરતી કરવામાં આવશે અઅઙની સરકાર બન્યા બાદ ગુજરાતમાં દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે 31 ડિસેમ્બર સુધીના તમામ જૂના બિલ માફ કરવામાં આવશે: દિલ્હીની જેમ ગુજરાતની બધી સરકારી શાળાઓને શાનદાર બનાવવામાં આવશે: ગુજરાતમાં ખાનગી શાળાઓની ગુંડાગીરીનો અંત લાવવા તમામ ખાનગી શાળાઓનું ઓડિટ કરાવશું.