હિના રામાનુજે ‘સમુદ્ર મંથન’ થીમ પર ગણપતીજીને બિરાજમાન કર્યા ,જેમાં અમૃત કળશ મુકવામાં આવ્યો
ગણપતિ મહોત્સવની સમગ્ર દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ રંગેચંગે ગણપતિ બાપ્પાની પૂજા,આરાધના સૌ કોઈ કરી રહ્યા છે.શહેરના એરપોર્ટ રોડ પર હિના રામાનુજે આઝાદી કા અમૃત મહોત્સવથી પ્રેરાઈને સમુદ્ર મંથન થીમ પર ગણપતિજીની સ્થાપના કરી છે. આ થીમમાં ભગવાન શિવજીએ ઝેર પીધુએ પ્રસંગને આબેહૂબ વર્ણવામાં આવ્યો છે.હિના રામાનુજે અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશ જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહયો છે.
તેમાં અમૃત શબ્દને ધ્યાને લઇ ને આ થીમ બનાવેલ જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમૃત કળશ રાખવામાં આવેલ.કળશ નીચે હાથ રાખતા જ પ્રસાદી તમને મળી જશે.સાગર મંથનમાં દેવ-દાનવોએ મંથન કર્યું તેમાં 14 રત્નો પ્રાપ્ત થયા હતા.જેમાં અમૃત કળશ પણ પ્રાપ્ત થયો હતો.અમૃત કળશ માંથી અમૃત પી ને દેવતાઓ અમર થયા હતા જ્યારે આજના જમાનામાં અમૃત મળવું શક્ય જ નથી ત્યારે ગણપતી ઉત્સવમાં અમૃતરૂપી પ્રસાદી સૌ ગ્રહણ કરે અને ગણપતીજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેમજ સૌને ભગવાન નિરોગી રાખે એ જ પ્રાર્થના સાથે અરજ છે.
કળશ નીચે હાથ રાખતા જ મળશે પ્રસાદી !!
હિના રામાનુજે બનાવેલ સમુદ્ર મંથન ગણપતિ થીમમાં એક અમૃત કળશ મુકવમાં આવ્યો છે.જે કળશ નીચે હાથ રખતાની સાથે જ ગણપતીનો પ્રસાદ તમને હાથમાં જ મળે છે હિના રામાનુજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની જાતે જ આ થીમ બનાવી છે જેને સૌ કોઈ વખાણી રહ્યા છે.