નવા નાણાંકીય વર્ષનાં કામો મંજુરી અને ફંડ વિના અટકી પડ્યાં
રાજકોટ જિલ્લામાં નાણાંપંચની કરોડોની ગ્રાન્ટ અટવાતાં વિકાસ કામો અધ્ધરતાલ થયાનો ઘાટ સર્જાયો છે. નવા નાણાંકીય વર્ષનાં કામો મંજુરી અને ફંડ વિના અટકી પડ્યાં છે.
રાજકોટ જિલ્લામાં 15 માં નાણાં પંચનાં વિકાસ કામો માટે આયોજનો કરીને સરકારને મોકલી આપવામાં આવ્યા છે પરંતુ જિલ્લાની આશરે રુ. 700 કરોડથી વધુ રકમની ગ્રાન્ટ હજુ રિલીઝ ન થતાં વિકાસ કામોને બ્રેક લાગી છે.
આ અંગે જિલ્લા પંચાયતનાં સભ્યો દ્વારા સતાધિશોને સતત રજુઆતો કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લા માટે 700 કરોડથી વધુ રકમનું આયોજન કરી સરકારને દરખાસ્ત મોકલાઈ ગઈ છે. ચૂંટણી પહેલાં કામો શરુ કરવા સભ્યોની માગણી કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ નાણાં પંચની કુલ ગ્રાન્ટનાં જિલ્લા સ્તરે 10 ટકા, તાલુકા પંચાયતો માટે ર0 ટકા અને ગ્રામ પંચાયતો માટે 70 ટકા રકમ ફાળવવામાં આવતી હોય છે. થોડા દિવસો પહેલા જ મળેલી સામાન્ય સભાને મહિનો પુરો થયો છતાં હજુ આ રકમ જમા થઈ નથી. સામાન્ય સભામાં જિલ્લાના વિકાસલક્ષી કામોને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. હજુ આ નાણાં પંચની રકમ રિલીઝ થઈ નથી પરિણામે વિકાસ કાર્યોને ગ્રાન્ટનાં આયોજનની દરખાસ્તની મંજૂરીને બ્રેક લાગી છે.
જિલ્લા પંચાયતનાં સભ્યોએ રજૂઆતો કરીને સરકારને દખાસ્ત મોકલી આપવામાં આવી છે અને કામો સૂચવી દીધા છે પણ જયાં સુધી ફંડ ન મળે ત્યાં સુધી તે કામ આગળ વધી શકે એમ નથી.કરોડથી વધુ રકમનાં આયોજનો કરવામાં આવ્યા છે અને આખા આયોજન સહિતની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. જિલ્લાની આશરે 700 કરોડથી વધુ ગ્રાન્ટ મળવા પાત્ર છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ કામો આટોપી લેવાનું આયોજન હોય છે. ફંડ રિલીઝ થયા બાદ ટેન્ડરીંગ ઝડપથી હાથ ધરવામાં આવે તેવી સભ્યોએ રજુઆત કરી છે.કેન્દ્ર દ્વારા દર વર્ષે રકમ તબકકાવાર રિલીઝ કરવામાં આવતી હોય છે. વહીવટી તંત્ર દ્વારા પણ સરકાર માંથી મંજૂરીની પ્રક્રિયા થતી હોય છે. ચાલુ વર્ષે એપ્રિલથી વહેલી મંજૂરી અને ફંડ મળે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે.
હાલતો રાજકોટ જિલ્લામાં નાણાંપંચની કરોડોની ગ્રાન્ટ અટવાતાં વિકાસ કામો અધ્ધરતાલ થયાનો ઘાટ સર્જાયો છે. નવા નાણાંકીય વર્ષનાં કામો મંજુરી અને ફંડ વિના અટકી પડ્યાં છે.