યોગી સભા ગૃહમાં સોમવારે સવારે અપૂર્વમૂનિના આશિર્વાદ સાથે પ્રારંભ થશે
રાજકોટના યોગપ્રેમી નગરજનો માટે સોમવાર તારીખ 5 ના સવારે પતંજલિ યોગપીઠના ઉપક્રમે એક સંકલિત યોગ શિબિરનું આયોજન થયું છે. આ શિબિરનું સંચાલન યોગ- આયુર્વેદ અને અધ્યાત્મના વિદ્વાન સ્વામી પરમાર્થદેવજી કરશે.
જેમાં સ્વામી રામદેવજી તથા શ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણજીના પરમ શિષ્ય અને પતંજલિ યોગપીઠના મુખ્ય કેન્દ્રીય પ્રભારી સ્વામી પરમાર્થ દેવજી , યુવા કેન્દ્રીય પ્રભારી આચાર્ય ચંદ્રમોહનજી તથા સહ પ્રભારી સચિનજી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી રાજકોટ આવી રહ્યા છે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા
યોગ શિબિર તારીખ 5 સપ્ટેમ્બરના સોમવારના સવારના 5-45 થી 7:45 એમ બે કલાક મહિલા કોલેજની પાસેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાલાવડ રોડના યોગી સભાગૃહમાં યોજાશે . જેનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્રવાસીઓના હૃદયમાં વસતા સ્વામીનારાયણ મંદિરના મુખ્ય સ્વામી અપૂર્વમુનીના આશીર્વાદ સાથે થશે. જેમાં પૂજ્ય પરમાર્થ દેવજી વિવિધ રોગ વ્યાધિઓ અંગે આસન પ્રાણાયામ અને આયુર્વેદિક ઉપચારોનું પ્રશિક્ષણ આપશે .
તદુપરાંત સૌરાષ્ટ્ર મંડળના 11 જિલ્લાઓના પતંજલિ યોગપીઠની પાંચેય શાખાઓના પદાધિકારીઓ સાથે સ્નેહમિલન અને સનાતન ધર્મ જાગૃતિ અભિયાન અંગે ચર્ચા વિચારણા થશે . સાથે સાથે પતંજલિ યોગપીઠના વિકાસ માટે પ્રારંભકાળથી જ તન મન ધન થી પુરુષાર્થ કરનારા યોગ શિક્ષકો દાન – દાતાઓ અને કર્મઠ કાર્યકર્તાઓનું અભિવાદન પણ કરવામાં આવશે . આ બંને કાર્યક્રમો સવારના 9 થી 1 દરમિયાન યોજાશે.
આ પ્રસંગે પતંજલિ પરિવારના રાજ્ય કક્ષાના પ્રભારીઓ સર્વ યોગ સમિતિના વિનોદજી શર્મા , યોગબોર્ડ ના પ્રકાશજી ટીપરે , કિસાન પંચાયતના લાલજીભાઈ સોલંકી , યુવા પ્રભારી જોગારામજી , દિનેશભાઈ પટેલ , મહિલા પ્રભારી તનુજા દીદી વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહેશે. યોગ સંરક્ષક પતંજલિ પરિવારના સર્વે કાર્યક્રમો ભવ્યાતીત ભવ્ય રીતે ઉજવવાની રાજકોટની પરંપરા ને આગળ વધારવા માટે ગત સોમવારે પદાધિકારીઓ અને યોગ શિક્ષક તથા કર્મઠ કાર્યકર્તાઓની એક બેઠક સ્વામિનારાયણ મંદિરના યોગી સભા ગૃહમાં મળી હતી . આ બેઠકમાં લક્ષ્મણભાઈ પટેલ ની અધ્યક્ષતામાં સર્વશ્રી યોગગુરૂ કિશોરભાઈ પઢીયાર (ધારેશ્વર મંદિર) ગુજરાત યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોનના વડા અનિલભાઈ ત્રિવેદી , પતંજલિ ના જિલ્લા પ્રભારી નટવરસિંહ ચૌહાણ , મહિલા પ્રભારી નિશાબેન હંમર , તાલુકા પ્રભારી અલ્પાબેન પારેખ યુવા પ્રભારી દિપકભાઈ તળાવિયા , કિસાન પંચાયતના પ્રભુદાસ ભાઈ મણવર , ભારત સ્વાભિમાનના રજનીભાઈ ધમશાણિયા સંવાદ પ્રભારી હર્ષદભાઈ યાજ્ઞિક , યોગ સમિતિના સહ પ્રભારી નીતિનભાઈ, હર્ષાબેન, ગીતાબેન સોજીત્રા, પૂનમબેન કટારીયા સહિત વગેરે મોટી સંખ્યામાં જોડાયા.