સમર્પિત આયોગના ચેરમેન સમક્ષ રજૂઆત કરતા ભાજપના ઓબીસી સમાજના આગેવાનો
અબતક,રાજકોટ
ાજકીય પક્ષો માટે સમર્પિત આયોગના ચેરમેન અને નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપણ હેઠળ સમર્પિત આયોગની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિમંડળ જેમાં પુર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી જગદીશભાઈ પંચાલ, અલ્પેશભાઈ ઠાકોર, પરીન્દુભાઈ (કાકુભાઈ) ભગત, ઉદયભાઈ કાનગડ, ડો.ભરતભાઈ ડાંગર, કાળુંભાઈ ઝાખડ અને અભયસિંહ ચૌહાણ સહિતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરતભાઈ ડાંગરે જણાવ્યું હતુ કે આઝાદી બાદ 1955 માં કાકા કાલેલકર કમીશન ધ્વરા ઓબીસી સમાજો માટે કલ્યાણકારી ભલામણો કરવામાં આવી પરંતુ ત્યારની કેન્દ્રની કોંગ્રેસ સરકારે આ અહેવાલ કચરા ટોપલીમાં નાંખ્યો. વર્ષ 1976માં ઓબીસી વર્ગોના કલ્યાણ માટે નો બક્ષી અહેવાલ આવ્યો. જનસંઘના સમર્થન વાળી બાબુભાઇ જશભાઇ પટેલની સરકાર ધ્વારા એક જ વર્ષ માં 1977 માં આ બક્ષી પંચનો અહેવાલ સ્વિકારવામાં આવ્યો. કેન્દ્ર સરકારમાં પણ જનસંઘના સમર્થન વાળી મોરારજી દેસાઇની સરકારે પણ આ અહેવાલને મંજુરીની મહોર મારી.
અટલ બિહારી વાજપેયીના સક્ષમ નેતૃત્વની ભાજપા સરકારે ઓબીસી સમાજની અનામત શ્રેણી હેઠળની ખાલી રહેતી બેઠકોને સામાન્ય શ્રેણીમાં ફેરવવાને બદલે ઓબીસી સમાજ માટે અનામત જ રાખવાનો બંધારણમાં સુધારો કર્યો હતો. દેશની આઝાદી બાદ પ્રથમ વખત પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય આયોગને બંધારણીય હક્કો આપવાનું ઐતિહાસિક કાર્ય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ભાજપા સરકાર કર્યું છે.
શ્રી ભરતભાઇ ડાંગરે વઘુમાં જણાવ્યું કે ,નામદાર સુપ્રિમ કોર્ટમાં મહારાષ્ટ્ર રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યમાં અન્ય પછાત વર્ગોની અનામત સબંધે રીટ-પીટીશન થતા નામદાર સુપ્રિમ કોર્ટે સીવીલ રીટ-પીટીશન નં-980/2019 ના ચુકાદાથી આપેલ ડાયરેક્શન મુજબ મૂળ સુપ્રિમ કોર્ટના સીવીલ રીટ-પીટીશન નં.-356/1994 ના ચુકાદા સબંધે અન્ય પછાત વર્ગોના માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં અનામત રાખવા સબંધે સમર્પિત આયોગની રચના કરવા અને આ સંસ્થાઓમાં તેમની રાજકીય આર્થિક પછાતપણાની તેમની વસ્તીના ધોરણે મૂલ્યાંકન કરી SC,STઅને OBC માટે કુલ અનામત 50 ટકાની મર્યાદામાં રાખવા અને તે સબંધે વસ્તીના ધોરણને ધ્યાનમાં રાખી આ વર્ગને અનામત આપવા આપેલા ચુકાદા સબંધે ટ્રીપલ ટેસ્ટની જોગવાઇ કરવાની રહેશે તેમજ ત્યાર બાદજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ કરવાની રહેશે.
ભરતભાઇ ડાંગરે વઘુમાં જણાવ્યું કે ,કોંગ્રેસ પાર્ટીએ શરૂઆતથી જ કાકા કાલેકર સમિતિ, મંડલ સમિતિ, બક્ષી સમિતિ વગેરે જેવી વિવિધ સમિતિઓના વિવિધ અહેવાલોનો પ્રારંભમાં અમલ ન કરીને પછાત વર્ગના લોકોને મળતા લાભો વર્ષો સુધી અટકાવ્યા છે. ભાજપા હંમેશા દરેક વર્ગને બંધારણીય રીતે મળતા લાભો અપાવવા માટે પ્રતિબધ્ધ અને કટીબધ્ધ છે. સમર્પિત આયોગને 52% વસ્તી ધરાવતા ઓબીસી વર્ગને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સભ્ય તરીકે તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અધ્યક્ષ તરીકે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર જઈ, જઝ અને OBC સહીત 50 ટકાની મર્યાદામાં મહતમ અનામત વસ્તીના ધોરણે મૂલ્યાંકન કરી આપવા માટે ભાજપા એ માંગણી કરેલ છે. સમર્પિત આયોગ દ્વારા આપેલ સમય મર્યાદા ઓછી હોય અને ગુજરાતના સૌથી વધારે જ્ઞાતીઓ અને જનસંખ્યા ઓબીસી સમાજ માં આવતી હોય, દરેક સમાજને અને દરેક વિસ્તારના ઓબીસી વર્ગને રજુઆત કરવાની પુરતી તક મળે તે માટે આપેલ સમય મર્યાદા વધારવા માટે ભાજપા પ્રતિનિધિ મંડળે માંગણી કરેલ છે.