સાંસદ રામભાઈ મોકરીયાએ પ્રથમ દિવસે વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે ગણેશ ચતુર્થીના 31 ઓગષ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ ધ્વારા શહેર ભાજપ કાર્યાલય – સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ- ભક્તિપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.
ત્યારે તા.31/8ના પ્રથમ દિવસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી નરેશ દેશાઈ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ મંત્રી માધવ દવે, યુવા મોરચાના પ્રભારી નિલેશ ચુડાસમા, યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા,કોર્પોરેટર મનીષ રાડીયા સહીતના અગ્રણીઓ તેમજ વોર્ડ નં.1ના હિતેશ મારૂ, જયરાજસિહ જાડેજા, કાનાભાઈ ખાણધર, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશ મોરજરીયા, લલીત વાડોલીયા, રામદેવભાઈ ગોજીયા, જયદીપસિહ જાડેજા, રાજુભાઈ સરવૈયા, નાગજીભાઈ વરૂ,ગૌરવ મહેતા, અવીભાઈ મક્વાણા, દર્શનભાઈ પંડયા, જીતુભાઈ ચૌહાણ, લાલજીભાઈ બારૈયા, કેવલ સુખડીયા અને વોર્ડ નં.રમાં થી મનુભાઈ વઘાશીયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, રાજનભાઈ સિંધવ, પ્રીતેશ પોપટ, જયંતીભાઈ બુધેલીયા, અનીલ મક્વાણા, પુષ્પક જૈન, ભરતભાઈ, નીતીનભાઈ કારીયા, લક્ષ્મણભાઈ ધોળકીયા, રમેશભાઈ અઘેરા, ચંદંસિંહ જાડેજા, સુરેશભાઈ પરમાર, જયકીશન ઝાલા સહીતના ભાજપ અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.આ તકે શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ સહીતના ઉપસ્થિત રહયા હતા.
ત્યારે આજે તા.1/9ના ગુરૂવારે ગણપતિ મંગલ મહોત્સવના બીજા દિવસે સાંજે 7:00 કલાકે યોજાનાર મહાઆરતીમાં વોર્ડ નં.3 અને 4 ના ભાજપ અગ્રણીઓ- કાર્યર્ક્તાઓ ગજાનન દાદાની મહાઆરતીનો લાભ લેશે.