કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ મોદક સહિતના નમુનાઓ લેવાયા
રાજકોટ મહાનગરપાલિકા ફ્રુડ શાખા દ્વારા તહેવારો દરમિયાન કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અખાધ વસ્તુઓ વેચતા વેપારીઓપર તવાય ઉતારી છે.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડશાખા દ્વારા ગણેશ ચતુર્થી ના તહેવારોને અનુલક્ષી ફૂડસેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2016 હેઠળ વિવિધ જગ્યાએ નમૂના લીધા હતા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મેઇન રોડ ભગવતી હોલ પાસે આવેલ જય અંબે જાંબુ માંથી મોદક ના લુઝ લાડુ, શિવ શક્તિ ગૃહ ઉદ્યોગ કોઠારીયા રોડ માંથી મોતીચૂરના લાડુ ના નમુના લીધા હતા આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ વાન દ્વારા યુનિવર્સિટી રોડ વિમલનગર પુષ્કરધામ રોડ પર આવેલ મીઠાઈ અને મોદક ના ધંધાથી વેપારીઓ ને ત્યાંચેકિંગ હાથ ધર્યું હતું જેમાં જય ભારત ડેરી ફાર્મ એન્ડ નમકીન, રામ કૃપા ડેરી ફાર્મ બાલાજી ડેરી ફાર્મ ગીરીરાજ ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી ફાર્મ, સીતારામ ડેરી ફાર્મ શિવ ડેરી ફાર્મ સીતારામ ડેરી ફાર્મ ગંગોત્રી ડેરી ફાર્મ બંસીધર ડેરી ફાર્મ ની ચકાસણી કરી હતી. તહેવારોના માહોલમાં ગરાગીની ભીડ વચ્ચે ભેળસેળ વાડી ચીજ વસ્તુઓ વેચી નાખવાની ફેરવી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે