બસ ઢસડાતા 25 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા તા
શહેરમાં સિટી બસમાં મુસાફરી કરવી જોખમી બની ચૂકી છે.ત્યારે 80 ફૂટ રોડ પર આજે બોપરનાં સમયે 31 નંબરની બસ દોડી રહી હતી ત્યારે ચાલુ બસમાંથી ટાયર નીકળી ગયું હતું. બસનું ટાયર નીકળી જતા જ બસ ઢસડાઇ હતી.જેથી બસમાં 25 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. આ ઘટનામાં એક બાળકીને ઇજા પોહચતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
શહેરના 80 ફૂટ રોડ ઉપર ચાલુ બસનું ટાયર નીકળી જતા એક બાળકીને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આથી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું પણ સામે આવ્યું છે. બસના ડ્રાઇવર સામતભાઈએ જણાવ્યું હતું કે, ત્રિકોણ બાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી. તેણે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. સાથે જ પ્લેટ પણ ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી.જેથી તંત્રની બેદકારીના કારણે આ ઘટના બની હતી.