jio જી ભરકે !!!
રિલાયન્સ એફએમસીજી ક્ષેત્રે વૃદ્ધિ લાવવા 1 કરોડ વ્યાપારીઓ 5 વર્ષના સમય ગાળામાં જોડશે
રિલાયન્સ ઉતરોતર જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, દેશની અર્થવ્યવસ્થામાં પણ ઘણો ખરો સુધારો જોવા મળ્યો છે. ફરી એક વખત રિલાયન્સ એફએમસીજી ક્ષેત્રને વધુ વિકસિત બનાવવા અને સમૃદ્ધ કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. રિલાયન્સ નાના માણસોને દુકાનોને મોટી દુકાન બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે અને આગામી પાંચ વર્ષના સમયગાળામાં એક કરોડથી વધુ વ્યાપારીઓને જોડી એફએમ સીધી ક્ષેત્રને વધુ વિકસિત કરવા માટે કમર કસી છે. તરફ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ વિકસિત કરવા માટે રિલાયન્સ દ્વારા મહત્વપૂર્ણ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા તજજ્ઞોનું માનવું છે કે એફએમસીજી ક્ષેત્ર એકમાત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં વૃદ્ધિનો દર બમણો જોવા મળી રહ્યો છે ત્યારે રિલાયન્સ દ્વારા જે જીઓ માર્ટ નું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તે નાના વ્યાપારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી નીવડશે. ધ્યાને લઈ કંપની આગામી વર્ષોમાં એફએમસીજી ક્ષેત્રે વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે કાર્યો હાથ ધરશે. ભારતના 84% લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે એફએમસીજી ક્ષેત્રે જે વિતરણ વ્યવસ્થા હોવી જોઈએ તેને વધુ સુદ્રઢ બનાવવા માટે પણ રિલાયન્સ આગળ આવી રહ્યું છે. ભારતમાં રિટેલ વ્યવસાય પણ પૂર ઝડપે આગળ વધી રહ્યો છે.
ત્યારે નાના દુકાનદારોને મોટો વ્યવસાય કરતાં કરવા અને તેમની ચીજ વસ્તુઓને ઝડપભેર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા માટેના જે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તે રિલાઇન્સ દ્વારા કરવામાં આવશે. રિલાયન્સ માત્ર રિટેલ ક્ષેત્ર જ નહીં, વિવિધ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવી રહ્યા છે ત્યારે પ્રથમ ક્વાર્ટર માં કંપની દ્વારા જે નફો રડવામાં આવ્યો તે હજુ પણ આવનારા સમયમાં યથાવત રહેશે તેઓ તખ તો પણ તૈયાર કરાયો છે માત્ર ને માત્ર રિલાયન્સ હવે જે નાના વેપારીઓ હજુ જોડાયા નથી તેવા એક કરોડ વેપારીઓને આગામી પાંચ વર્ષમાં જોડવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.