આવતીકાલથી દુંદાળા દેવની રાજકોટ ત્રિકોણ બાગ ખાતે વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવશે.ત્રિકોણ બાગ કા રાજાનું 24માં મંગલ પ્રવેશ સાથે સ્થાપના કરવામાં આવશે.છેલ્લા 23 વર્ષથી સફળતા પૂર્વક ત્રિકોણ બાગ કા રાજાના આયોજકો દ્વારા ભવ્યથી ભવ્ય ગણપતિજીની મૂર્તિની ત્રિકોણબાગ ખાતે સ્થાપના કરવામાં આવી રહી છે.
આ વર્ષે થીમ રાજા તરીકે બાપાની રાખી છે. ખૂબ જ વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં મંત્રમુગ્ધ કરી દે તેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે.વિવિધ ફૂલોનોનું ડેકોરેશન કરવામાં આવ્યો છે.સાથોસાથ લાઈટિંગ પણ અદભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના સવારે 10:30 કલાકે ગજાનંદ ગણપતિ મહારાજની મહા આરતી કરી ભાવીભક્તો માટે બાપાના દર્શન ખુલ્લા મુકવામાં આવશે.
બાપાનો ડોમ સીસીટીવી કેમેરા તથા ફાયર સેફટીથી સુસજ્જ: જીમ્મીભાઈ અડવાણી(આયોજક)
ત્રિકોણ બાગ કા રાજાના આયોજક જીમ્મીભાઈ અડવાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,દર્શનાર્થીઓની સલામતી હેતુ બાપાના પંડાલનો 1 કરોડનો વીમો ઉતરાવવામાં આવ્યો છે.ગણપતિ બાપાની મૂર્તિ ખાસ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવી છે. સરકારના જાહેરનામા મુજબ ડોમમાં સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી પણ સુવિધા કરવામાં આવી છે. બાપાની મૂર્તિ ખાસ નાસિકના કલાકારો દ્વારા બનાવવામાં આવી છે.