ખૂબ મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
પોલીસની મુખ્ય કામગીરી જો કોઈ હોય તો તે લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરવાની છે ત્યારે છેલ્લા ઘણા દિવસોમાં રાજકોટમાં અનેક એવી ઘટનાઓ સામે આવી કે જેમાં રાજકોટ શહેર પોલીસની કામગીરી સન્માનનીય છે. થોડા દિવસ પહેલા ધાર પાડુ ગેંગ કે જે રાત્રી સમયે ખૂબ મોટી ચોરીને અંજામ મૂકવાના હતા તે વાતની જાણ રાજકોટ શહેર પોલીસ અને એસઓજી ટીમને થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગેંગને પકડી પાડવામાં આવી હતી.
ગીરીમાં એક પોલીસ જવાન પણ એ જાગ્રસ્ત થયા હતા છતાં પણ જવાનોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર જે બહાદુરી થી ગેંગ ને પકડી તેનાથી રાજકોટ શહેર પોલીસ નું મોરલ ખૂબ જ ઊંચું આવ્યું છે ત્યારે આ કામગીરીને બિરદાવવા માટે મુરલીધર બિલ્ડર્સ દ્વારા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેર પોલીસના નવનિયુક્ત અધિકારીઓની સાથે એસઓજી ટીમના જવાનો ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોલીસ આગામી દિવસોમાં પણ સારી કામગીરી કરે તે માટે તેઓને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે જે વાતને ચરિતાર્થ કરતા અનેક સેવાકીય સંસ્થાઓએ આ મુદ્દે વિચારવું જોઈએ અને પોલીસ જવાનોને સન્માનિત કરવા જોઈએ. આહીર સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
રાજકોટ પોલીસની કામગીરી બિરદાવવા લાયક : વિરાભાઈ હૂંબલ
જય મુરલીધર ગ્રુપના વિરાભાઈ હૂંબલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દિવસ પહેલા જે ધાર પાડુ ગેંગને રાજકોટ શહેર પોલીસ અને એસોજી ટીમ દ્વારા જે રીતે પકડવામાં આવી તે અત્યંત બિરદાવા લાયક છે જેમાં પોલીસ જવાનોએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જે રીતે પરિવારને લૂંટથી બચાવ્યો તેને ધ્યાને લઈ જય મુરલીધર ડેવલોપર દ્વારા આ સારી કામગીરીને બિરદાવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્ય કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, પોલીસ મિત્રોને સન્માનિત કરવામાં આવશે તો તેઓ આવનારા સમયમાં પણ લોકોની રક્ષા માટે પુરા ખંત થી કાર્ય કરશે.
પોલીસનું મોરલ ઉંચુ રાખવું તે દરેકની ફરજ છે : ઘનશ્યામભાઈ હેરભા
જય મુરલીધર ગ્રુપ દ્વારા નવા નીમાયેલા પોલીસ અધિકારીઓની સાથે રાજકોટ એસોજી ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી બિરદાવવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે જો પોલીસ પરિવારને પ્રોત્સાહન આપવામાં આવે તો આવનારા સમયમાં તેઓ પણ ખૂબ સારી રીતે કામગીરી કરે અને લોકોનું રક્ષણ પણ કરે. મુરલીધર બિલ્ડર માત્ર પોતાના સમાજ પૂરતો જ નહીં, પરંતુ અન્ય સમાજની સાથે ચાલનારો સમાજ છે. સમાજ દ્વારા સારું કામ કરવામાં આવ્યું હોય તેને બિરદાવવામાં આહીર સમાજ કોઈ દિવસ પાછો પડતો નથી.