શું તમારા ઘરમા રહેલુ મધ જુનુ કે ખરાબ થઇ ગયુ છે અને તમે તેને ફેંકવાનું વિચારી રહ્યા છો ? પણ શુ મધ સાચે જ જુનુ કે ખરાબ થાય છે તો ચાલો જાણીએ મધ વિશે.
ઇજીપ્તથી લઇ જુની સભ્યતાઓના ઇતિહાસની વાત કરીએ તો આપને જણાશે કે હજારો વર્ષ જુની સભ્યતાઓના અવશેષોમાં પણ મધ ઘણીવાર મળ્યુ છે. અને તે પણ સારી અવસ્થામાં જો તમે ઇચ્છો તો સદીઓ સુધી મધ ચાલી શકે છે. તેને ઠંડા સ્થાન પર રાખવુ યોગ્ય ગણાય છે. જો મધને ભેજયુક્ત વાતાવરણમાં રાખશો તો એક પ્રકારની ખરાબ ગંધ આપશે. જે ઇશારો કરી દે છે મધ ખરાબ થઇ ગયું છે.
મધ અવિશ્ર્વસનીય અને અકલ્પનીય રીતે સ્થિર છે. કારણ કે તેની ખાંડમાં બહુ ઓછુ ભેજ હોય છે. અને તે પ્રકૃતિમાં બહુ અમ્લીય છે. તેથી તેને ખરાબ કરતા સુક્ષ્મજીવો કે બેક્ટેરીયા લાંબા સમય સુધી ટકી શકતા નથી. જો તમારા મધમાં ક્રિસ્ટલ જામી ગયુ હોય તો તેને ગરમ પાણીના વાસણમાં મુકી દેવાથી. તે મધમાં ભળી જશે.
– મધ ઓળખવાની રીત
થોડુ મધ લઇ અને તેને અંગુઠા તેમજ આંગળી વચ્ચે લગાવો. થોડીક વાર આપ પામશો કે થોડુક મધ આપની સ્કિનમાં સમાઇ ચુક્યુ છે. સાથે જ થોડુક આપની આંગળીઓ સાથે ચોંટી ગયુ છે અને ચિપચિપાઇ રહ્યુ છે. આવુ મધ અસલી હોય છે.
જ્યારે નકલી મધમાં સામાન્યત : ખાંડ ભળેલી હોય છે કે જેને સ્પર્શતા જ તે ચોંટી જાય છે.