મોરબીમાં બે સ્થળે જુગારના દરોડામાં 12 શખ્સોની ધરપકડ કરી રૂ.1.03 લાખનો મુદામાલ કબ્જે કર્યો
જેમાં મોરબી એલસીબીએ શોભેશ્વર રોડ પર દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ધનજીભાઈ વલ્લભભાઈ વરાણીયા (ઉ.વ.33), મનોભાઈ બટુકભાઈ વરાણીયા(ઉ.વ.30), હકાભાઈ લાલજીભાઈ સનુરા(ઉ.વ.36), પ્રકાશભાઈ સોમાભાઈ પાટડીયા (ઉ.વ.32), બટુકભાઈ ધનજીભાઈ ભોજવીયા (ઉ.વ.32) અને અર્જુનભાઇ જયસુખભાઈ વરાણીયા (ઉ.વ.20) રહે.બધા મોરબીવાળાઓને રોકડ રકમ રૂ 55,800 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
જ્યારે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શ્રીજી એસ્ટેટ પ્લોટમાં આવેલ કરિશ્મા નામના કારખાનાની ઓફિસમાં દરોડો પાડીને જુગાર રમતા મામદભાઈ ખામીશા ભૂંગર (ઉ.વ.64 રહે સરકારી હોસ્પિટલ બાજુમાં ટંકારા), હીરાલાલ ભગવાનજી ભાઈ ભાલોડિયા (ઉ.વ.62 રહે.લક્ષ્મીનારાયણ મંદિર પાસે ટંકારા), મણિલાલ ડાયાભાઇ કુંડારિયા(ઉ.વ.50 રહે.ઇન્દ્રપ્રષ્થ 3 જામનગર રોડ ટંકારા), મગનલાલ વાલજીભાઈ નારિચાણા (ઉ.વ.53 રહે.જબલપુર ઝાંપાની બાજુમાં તા.ટંકારા), રફીકભાઈ આદમભાઈ સોરવદી (ઉ.વ.29 રહે. સંધિવાસ ટંકારા)અને રામભાઈ નારણભાઈ ભાન(ઉ.વ.68 રહે.હરિઓમ નગર ટંકારા)વાળાને રોકડ રકમ રૂ.47,000 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ બન્ને કામગીરીમાં એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા, પીઆઇ એન બી ડાભી, પીએસઆઈ એન એચ.ચુડાસમા, એ ડી.જાડેજા તેમજ એલસીબી પેરોલ ફર્લો સ્કોડ, ટેક્નિકલ ટીમ અને અઇંઝઞ ની ટીમ જોડાઈ હતી.