પતિ અને વિધવાના મોબાઈલ ડોક્યુમેન્ટ લઈને ઘરમાં બેસી જવાનું કહી સગર્ભાને માર મારતા હાલત ગંભીર
વાંકાનેર તાલુકાના ઠીકરીયા ગામે પતિની અંતિમ વિધિમાં ગયેલી પત્નીને તેના સાસરિયાઓએ માર માર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં મૃતક પતિ અને પત્નીના મોબાઈલ અને ડોક્યુમેન્ટ સસરા અને જેઠે છીનવી લઈ સગર્ભા ને માર મારતા ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂડ હૈદરાબાદમાં રેતી અને રાજકોટમાં બહુમાળી ભવન પાસે રહેતી પૂજાબેન તુષારભાઈ બેડવા નામની 29 વર્ષીય મહિલાને તેના સસરા અમરા અને જેઠ અજય બેડવાએ માર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અંગેની પોલીસ માંથી મળતી વધુ વિગત મુજબ પૂજા બેન તેના પતિ તુષાર સાથે હૈદરાબાદ રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા દિવસથી રાજકોટ રહેવા આવ્યા હતા તે દરમિયાન તેમના પતિ તુષારભાઇનું હૈદરાબાદમાં ક્રિકેટ રમતી વેળાએ હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.
જેમાં અંતિમ વિધિ માટે તુષારભાઇનો મૃતદેહ વતન ઠીકરિયા ગામે લઈ આવ્યા હતા. તુષારભાઈની અંતિમવિધિ બાદ પૂજાબેનના સસરા અમરા અને જેઠ અજયે મોબાઈલ અને ડોક્યુમેન્ટ લઈ પૂજાબેનને ઘરની બહાર નીકળવાની ના પડી હતી. જે બાબતે પુત્રવધૂએ આનાકાની કરતા સસરા અને જેઠે છ માસની સગર્ભાને પેટમાં માર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.