હેય કેમ છો લંડન રોમાન્સ સાથે કોમેડી 2 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં મચાવશે ધૂમ
ગુજરાત સાથે લંડનમાં પણ થયું ફિલ્મનું શૂટિંગ
અબતક,રાજકોટ
અર્બન ગુજરાતી મુવીઝની લોક ચાહના દિન પ્રતિદિન વધી રહી છે.ગુજરાતી મુવી આજે સિનેમા ઘરોમાં દર્શકોને 2થી 3 કલાકનું એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે.સાથોસાથ સ્ટોરી સાથે દર્શકને સીધા કનેક્ટ કરાવી મસ્ત મજાની ગુજરાતી ભાષા પીરસીને મનોરંજન પૂરું પાડે છે.છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતી સિનેમાની વાત કરવામાં આવે તો ખૂબ જ સારી વાર્તા સાથે દર્શકોને વિવિધ વિષયો પર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એ એક થી એક જોરદાર ફિલ્મ આપી છે.ત્યારે આવી જ એક ફિલ્મ હેય કેમ છો લંડન 2 સપ્ટેમ્બરના ગુજરાતના વિવિધ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.સાથોસાથ વિદેશમાં પણ રિલીઝ કરવામાં આવશે. હેય કેમ છો લંડન
રોમેન્ટિક કોમેડી સાથે પારિવારિક ગુજરતિ ફિલ્મ છે.હેય કેમ છો લંડન ફિલ્મ ગુજરાત અને લંડનનું સમન્વય કરીને સુંદર ગુજરાતી સિનેમાની અંદર સારી ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું છે.હાલ મુવીના નિર્માતા-દિગ્દર્શક,સ્ટારકાસ્ટ સહિતની ટિમ ઉત્સાહભેર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. જેના અંતર્ગત હેય કેમ છો લંડન ફિલ્મની ટીમે રાજકોટ ખાતે અબતક મીડિયાની ખાસ મુલાકાત કરી હતી. નિર્માતા-દિગ્દર્શક સની સુરાની,દિગ્દર્શક અંકિત ત્રિવેદી,એક્ટર મિત્ર ગઢવી,માનસ સાહ ફિલ્મ પ્રમોશન માટે અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા.
સુંદર ગુજરાતી સિનેમાને સારી ગુજરાતી ફિલ્મ આપવા નિર્માતા સાથે દિગ્દર્શક બન્યો:સની સુરાની
ગુજરાતી ફિલ્મ હેય કેમ છો લંડનના નિર્માતા-દિગ્દર્શક સની સુરાનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતી સિનેમા માં સારી ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા હેતુ નિર્માતા સાથોસાથ દિગ્દર્શક બનવાનું મેં નિર્ણય કર્યો. આજે સુંદર ગુજરાતી સિનેમાને એક સારી ફિલ્મ અમે આપી છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ટ્રીટમેન્ટ ફિલ્મને આપવામાં આવી છે.
મારા મતે ડિરેક્શન કોઈ વસ્તુની રચના કરવા જેવું છે:અંકિત ત્રિવેદી
ગુજરાતી ફિલ્મ હેય કેમ છો લંડનના દિગ્દર્શક અંકિત ત્રિવેદીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, મારા મતે રાઇટર અને ડિરેક્ટર કોઈ વસ્તુને લખી કાગળ પર ઉતારી એક વિઝન સાથે તેની રચના કરે છે. ત્યારબાદ એ રચનાને સિનેમેટોગ્રાફર પાસે પહોંચાડાય છે. દરેક શોર્ટ પાછળ એક કારણ રહે છે. એક કારણ સમજાઈ ગયું એટલે સરળતાથી સારી ફિલ્મ બનાવી શકાય છે.
સ્ટ્રોંગ સ્ક્રીપ્ટને કારણે હું આ ફિલ્મનો ભાગ બન્યો:મિત્ર ગઢવી
ગુજરાતી ફિલ્મ હેય કેમ છો લંડનના લીડ એકટર મિત્ર ગઢવીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી સ્ટ્રોંગ અને સારી છે.મેં સાંભળીને તરત આ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો. તેમની અંદર મારું કેરેક્ટર અદભુત છે રોજે સવારમાં હું મારો સીન વાંચું એટલે એવું લાગે કે આજે કંઈક અલગ કરવાનું છે. આવી સારી ફિલ્મમાં કામ કરવા મળ્યું એ બદલ મારી જાતને હું લકી સમજુ છું.
નવું જોવું છે તો નવું જોવા જવું પડે એ નવું આપવાનું અમે પ્રયત્ન કર્યો છે:માનસ શાહ
ગુજરાતી ફિલ્મ હેય કેમ છો લંડનના લીડ એકટર માનસ સાહએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, અમારી ફિલ્મ પડદા પર તમને કંઈક નવું નજરાણુ પૂરું પાડશે. ઘણી વખત દર્શકો અન્ય સિનેમા ને જોઈને વિચારતા હોય છે કેમ આપણા કોઈ સિનેમાની અંદર કઈક નવી મુવી બનાવી શકતા નથી.ત્યારે એ જ નવું કંઈક અમે આ ફિલ્મમાં દર્શકોને આપવાનો પ્રયત્ન કર્યો છે.