બંને ટીમ બોલિંગ પર નહિ બેટીંગ આધારિત રહેશે
ટીમ ઈન્ડિયા છેલ્લા અમુક મહિનાઓથી અલગ અંદાજમાં રમી રહી છે, જેનો ફાયદો મળી શકે તેમ છે
ભારત અને પાકિસ્તાન 309 દિવસ બાદ રવિવારે ફરી એકબીજા સામે રમશે. યુએઈમાં જ યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા છેલ્લા અમુક મહિનાઓથી અલગ અંદાજમાં રમી રહી છે. જેની અસર જોવા મળી રહી છે. બેટીંગ લાઇનઅપ પર જ બધું નિર્ભર રહે તેવી પુરી શક્યતા છે.ત્યારે ખાસ દુબઈમાં પીચ સપાટ જ જોવા મળે છે અને બીજી બાજુ ભારત ટીમે 4 સ્પિનર્સની પસંદગી કરી છે, જેમાં જાડેજા અને અશ્વિન ઓલરાઉન્ડર છે.
ચહલ ઉપરાંત બિશ્નોઈ ઝડપી લેગ-બ્રેક નાંખવામાં માહેર છે. ઝડપી બોલિંગ યુનિટ થોડું નબળું છે. આવેશ દબાણમાં મોંઘો રહે છે. ભુવીની જેમ અર્શદીપ પણ ડાબોડી બોલર છે. બુમરાહની ખોટ પડી શકે છે. જયારે પાકિસ્તાન ટીમ પાસે ઝડપી બોલિંગમાં ઘણા વિકલ્પ છે. નસીમ, રઉફ અને શાહનવાઝ છે. શાહીન શાહ આફ્રિદીની ખોટ પડશે. પરંતુ અન્ય યુવા ફિટ અને ઝડપી છે. જોકે, પાકિસ્તાન પાસે ડાબોડી ઝડપી બોલર ના હોવાથી નુકસાન થશે.
વિરાટ કોહલી લાંબા સમયથી ફોર્મને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર તે ખાસ કમાલ કરી શક્યો નહોતો. આવામાં પાકિસ્તાન સામેની મેચમાં તેના પર બધાની નજર રહેશે. આ ઉપરાત હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, દિનેશ કાર્તિક અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ નજરે પડે છે.
ભારત-પાક. સાથે ગ્રૂપ-એમાં હોંગકોંગ છે, જેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં યુએઈને 8 વિકેટે હરાવી એશિયા કપ માટે ક્વોલિફાઈ કર્યું. 2018 એશિયા કપમાં પણ આ ત્રણેય ટીમો ગ્રપ-એ અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ગ્રૂપ-બીમાં હતા. ભારતીય ટીમ એશિયા કપમાં 8 વર્ષ 5 મહિનાથી હારી નથી. તેણે ટૂર્નામેન્ટમાં છેલ્લે 2 માર્ચ 2014ના હારનો સામનો કર્યો હતો. ત્યારથી 11 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તે 2016 અને 2018માં વિજેતા બની હતી. ટીમ બીજીવાર જીતની હેટ્રિક ફટકારવાના ઈરાદે ઉતરશે.