લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ગૂગલે 2 હજારથી વધુ લોન એપ્લિકેશનઓને હટાવી

લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ગુગલ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે જેમાં તેને તેના પ્લેસ્ટોર માંથી 2,000 થી વધુ લોન આપતી એપ્લિકેશનઓને દૂર કરી છે. હાલ જે વાત સામે આવી રહી છે તે એ છે કે જે પણ વપરાશ કરતાઓ આ લોન એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓને ઘણી તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો આત્મહત્યા પણ કરતા અચકાતા નથી. મુખ્ય કારણ આ મોબાઇલ એપ્લિકેશન હોવાનું સામે આવ્યું છે ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ગૂગલ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નું માનવું છે કે આ પ્રકારની એપ્લિકેશન ગ્રાહકોને લલચાવવા માટે અનેક લુભાવનારી જાહેરાતો આપે છે.

ગુગલના સંપર્ક સૂત્રો દવારા મળતી માહિતી મુજબ એ વાત સામે આવી રહી છે કે, કંપની કોની સુરક્ષાને અને સહુલતને હાલ પ્રાથમિકતા આપી રહ્યું છે અને પરિણામે 2000થી વધુ એપ્લિકેશનઓને પ્લેસ્ટોર માંથી હટાવવામાં આવી છે. હવે એપ્લિકેશન ધારકો કે જે પોતાની એપ્લિકેશનને સ્ટોર ઉપર મૂકવા માંગતા હોય તેમના માટે નવા નિયમોને અમલી બનાવ્યા છે જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમના વિરોધ આકરા પગલાઓ પણ લેવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. નહીં લોન આપતી એપ્લિકેશન હોય સર્વપ્રથમ પ્લેસ્ટોરમાં રહેવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લાઇસન્સ મળેલું હોય તે અંગેની વિગતો આપવાની રહેશે અને ત્યારબાદ જ તેઓ તેમની એપ્લિકેશનને પ્લેસ્ટોર ઉપર રાખી શકશે જેથી લોકોની સુરક્ષા ન જોખમાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.