કેસનો ભરાવો થતા સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સહિત પાંચ રાજયમાં પાઈલોટ પ્રોજેકટનો પ્રારંભ
આર્થિક વ્યવહારોમાં ચેક વિશ્ર્વાસપાત્ર દસ્તાવેજ ગણવામાં આવે છે. જેના કારણે વેપાર ધંધા માટે ચેક દ્વારા આર્થિક લેતીદેતી થઈ રહી છે.પરંતુ ચેકનો દૂરઉપયોગ કારણ સમગ્ર રાષ્ટ્રમાં ચેક રિટર્નના કેસોનો ભરાવો થયો છે.જેનો નિકાલ અને ઝડપી ન્યાય માટે સુપ્રિમ કોર્ટ પાંચ રાજયમાં પાઈલોટ પ્રોજેકટ શરૂ કરાવ્યો જેમાં ગુજરાતનાં રાજકોટ સહિત ચાર શહેરો ખાસ અદાલત દ્વારા ઝડપી ટ્રાયલ પુરી કરવામાં આવશે.
દેશભરમાં ચેક રીટર્નનાં કેસોનું ભારણ વધી જતા સુઓ મોટો પીટીશનના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 હેઠળના કેસોનું ઝડપી નિકાલ કરવા માટે પાઈલોટ પ્રોજેકટ તરીકે પાંચ રાજયોમાં ખાસ કોર્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો. જે મુજબ ગુજરાતમાં પાંચ ખાસ કોર્ટની રચના કરાઈ છે. જેમાં અમદાવાદ, મેટ્રોપોલીટન કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય તથા સુરત તથા વડોદરા અને રાજકોટ ખાતે આ ખાસ કોર્ટની રચના થશે.રાજકોટમાં આગામી તા.1લી સપ્ટેમ્બરથી ચીફ કોર્ટ બિલ્ડીંગમાં પહેલા માળે આ કોર્ટ શરૂ થશે. સુઓ મોટો પિટીશન બાદ સુપ્રીમે નિષ્ણાંત સમિતિની રચના કરી હતી.
મહત્વનું છે કે, સુઓ મોટો પિટિશન બાદ સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાંત સમિતિની રચના કરી હતી જેણે પોતાના રિપોર્ટમાં ચેક રિટર્નના 26 લાખથી વધુ કેસ પેન્ડીંગ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના પાંચ મહિનામાં બીજા 7.37 લાખ કેસો નોંધાતા કુલ પેન્ડીંગ કેસની સંખ્યા 33.44 લાખ ઉપર પહોચી ગઈ હોવાનું બહાર આવ્યું હતુ.
સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, ઉતર પ્રદેશમાં આ કેસો હાલમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉતર પ્રદેશમાં સૌથી વધુ હોવાનું બહાર આવતા સર્વોચ્ચ અદાલતે આ પાચ રાજયનાં પાંચ મુખ્ય શહેરોમાં ખાસ કોર્ટની રચના માટે આદેશ કર્યો હતો. આ કોર્ટની અવધી એક વર્ષની રહેશે. અને તેમાં નિમણુંક પામનારા જજ અને કર્મચારીઓ પણ નિવૃત કોર્ટ સ્ટાફને જ લેવાશે અને કોર્ટમાં જે કેસ સમન્સ ઈશ્યું થઈ ગયા છે.સૌથી જૂના કેસો પહેલા હાથ ધરશે. તેમજ સ્ટાફને ઓનેરિયમ ફિકસ મહેનતાણું અપાશે.