પર્વાધિરાજ પર્યુષણનો બીજો દિવસ
ભગવાન મહાવીરને ફૂલો, ડાયમંડ,મોતી જેવા વિવિધ આંગીઅને દેરાસર અને ઉપાશ્રયમાં રોશની ઝગમગાટ
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર – ગુજરાત સહિતના દેરાસરો ઉપાશ્રયોમાં મહાપર્વને વધાવવા માટે જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ રાત્રે ભકિત સંગીતનો શ્રાવક-શ્રાવીકા લાભ લીધો હતો. પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરો ધર્મોલ્લાસ છવાયો છે અને આત્માને નિર્મળ બનાવવાનો પ્રયાસની દિશામાં જઇ રહ્યા છે. શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વસ્ત્રો પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લઇ પુણ્યનું ભાથુ બાંધશે.
તપ, ત્યાગ અને આરાધના પર્વ એટલે પર્યુષણ મહાપર્વ આજે પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુઘ્ધિનું મહાપર્વ છે. આઠ-આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના પ્રવચનો, પ્રતિક્રમણ, ભગવાનની આંગી કરાશે. આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગુણગાન ગાશે.
પર્યુષણ મહાપર્વ જૈનો ભારે ઉત્સાહ સાથે દેરાસર-ઉપાશ્રયમાં રોશની કમાન અને ફુલનો શણગાર જોવા મળી રહ્યા છે. આ સાથે અંતરની આયનું જોઇને અંતરનયન ઉઘાડવાનું આ પર્વ છે.
મોરબીમાં જૈન દેરાસરમાં મહાવીર ભગવાનને પુષ્પની આંગી
અબતક, ઋષિ મહેતા,મોરબી
પર્યુષણ અથવા સંવત્સરી દશલક્ષણ તહેવાર એ જૈન સંસ્કૃતિનો મહત્વનો તહેવાર છે. જૈન સંપ્રદાયમાં, જ્યાં શ્વેતાંબર 8દિવસ, દિગંબર 10દિવસ સુધી પર્યુષણ પર્વ ઉજવે છે. ત્યારે મોરબીની વર્ધમાન સોસાયટીમાં આવેલ જૈન દેરાશરમાં પણ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પર્યુષણ મહાપર્વ તહેવાર 24ઓગસ્ટથી 31ઓગસ્ટ સુધી માંગલિક રહેશે જેમાં દરરોજ દેરાસરમાં જણાવ્યા અનુસાર, સવારે દેરાસર 6વાગ્યે ખુલશે, જે બાદ 7વાગ્યે પક્ષાલ પૂજા થશે તેમજ સવારે 7:45વાગ્યે અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવશે અને તે બાદ બપોરના સમયે 12:30વાગ્યે માંગલિક થશે તેમજ સાંજે 6:30 થી 9:00વાગ્યા સુધીમાં આંગી દર્શન ખુલ્લા મુકવામાં આવશે તેમજ સાંજે 7:15કલાકે બહેનો પ્રતિક્રમણ કરશે અને રાત્રે 8:30 વાગ્યે ભક્તો દ્વારા આરતી કરવામાં આવશે.
જામનગરમાં જૈનોમાં ભક્તિભાવની હેલી
અબતક, જામનગર
જામનગર શહેરમાં સ્થાનકવાસી તથા દેરાવાસી જૈનોમાં ભક્તિભાવની હેલીની શરૂઆત થઇ ગઇ છે. આજથી શરૂ થતાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં શહેરના શેઠજી દેરાસર, પેલેસ દેરાસર, પટેલ કોલોની દેરાસર, પોપટ ધારશી દેરાસર વગેરે સ્થળોએ ભગવાનને પૂજા કરવામાં મોટી કતારો લાગી ગઇ હતી. ત્યારબાદ સવારે 9 વાગ્યે શેઠજી દેરાસર અંતર્ગત પાઠશાળામાં આજે પ્રથમ દિવસે મહારાજ સાહેબ દ્વારા વ્યાખ્યાન (પ્રવચન) આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત શહેરના પેલેસ ઉપાશ્રય, પોપટધારશી ઉપાશ્રય, પટેલ કોલોની ઉપાશ્રયમાં બિરાજમાન મહારાજ સાહેબોએ આજના પ્રથમ દિવસે વ્યાખ્યાન વાંચન કર્યું હતું તથા શહેરમાં આવેલા સ્થાનકવાસીના ચાંદીબજારમાં આવેલા વારિયાના ડેલા ઉપાશ્રય, બેંક કોલોની ઉપાશ્રય, કામદાર કોલોની ઉપાશ્રય વગેરે સ્થળોએ મહારાજ સાહેબોએ પ્રવચન આપ્યા હતાં.
જૈનોના પર્યૂષણ મહાપર્વની શરુઆત આજથી થઇ ગઇ છે. વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે શેઠજી દેરાસર હસ્તક જ્યોતિ-વિનોદ ઉપાશ્રય-પાઠશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંતગુણરત્નસાગરસુરિશ્વરજીના શિષ્ય આચાર્ય ભગવંત જિનેશ્વરરત્નસુરિશ્વરજી મહારાજની નિશ્રામાં પૌષધ એટલે કે, આજથી એક અઠવાડીયા સુધી ઉપાશ્રયમાં રહી સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા છે. આજે સવારે 6 વાગ્યે મોટી સંખ્યામાં પ્રતિક્રમણ, દેરાસરોમાં પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો-બાળકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સવારે 9 વાગ્યાથી આજે પ્રથમ દિવસે પર્યૂષણના પાંચ કર્તવ્યનું વાંચન મહારાજ સાહેબો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા હતાં.
શહેરમાં આજના પ્રથમ દિવસે પટેલ કોલોની શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં પણ સવારે મોટી સંખ્યામાં ભાઇઓ બહેનોએ પૂજા કરી હતી. આ પેઢી હસ્તક આરાધના ભવન ઉપાશ્રયમાં બિરાજમાન પ.પૂ. ગચ્છાધિપતિ દોલતસાગરસુરિશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી પ.પૂ. સરલ સ્વભાવી પ્રશમશીલાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા, પ.પૂ. પ્રશમરત્નાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. પ્રશમપ્રીણાશ્રીજી મ.સા. આદિઠાણા-3એ આજે પ્રથમ દિવસે ઉપાશ્રયમાં પર્યુષણના પાંચ કર્તવ્યોનું સરળ ભાષામાં વ્યાખ્યાન વાંચન કર્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનોએ લીધો હતો.
ઉપરાંત જામનગર શહેરમાં આવેલા સ્થાનકવાસી જૈન સંઘોના કે.ડી. શેઠ ઉપાશ્રય, બેંક કોલોની ઉપાશ્રય, વારીયા ડેલો ઉપાશ્રય વગેરે સ્થળોએ બિરાજમાન મહારાજ સાહેબો તથા મહાસતીજીઓએ પ્રથમ દિવસનું વ્યાખ્યાન આપ્યું હતું. જેનો સ્થાનકવાસી સંઘના ભાઇઓ-બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આજે પ્રથમ દિવસે સ્થાનકવાસી, દેરાવાસી ઉપાશ્રયમાં પ્રથમ દિવસે સાંજે 7 વાગ્યે પ્રતિક્રમણ યોજાશે તથા રાત્રીના 9 વાગ્યે શેઠજી દેરાસરના પટાંગણમાં વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભાવના ભણાવાશે. ઉપરાંત શહેરના પેલેસ દેરાસરના પટાંગણમાં પણ ભાવના ભણાવાશે. રાત્રીના શહેરના તમામ દેરાસરો રોશનીથી ઝળહળી ઉઠશે.
ચોટીલામાં જૈનોના પર્યુષણ મહાપર્વની ઉજવણી
અબતક, રણજીતસિંહ ધાંધલ ચોટીલા
સમગ્ર રાજ્યોમાં જૈનોના મહાપર્વની ઉજવણી ખુજ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે ત્યારે ચોટીલા શહેરના સ્થાનકવાસી તેમજ દેરાસર વાસીના જૈનો દ્વારા ખુબજ હર્ષ ઉલાસ સાથે પ્રથમ દિવસે ઉજવણી ઉજવાઈ હતી.
ચોટીલા શહેરમાં વસવાટ કરતા સ્થાનકવાસી તેમજ દેરાસરવાસી જૈનો દ્વારા દેરાસરમાં ખુબજ ભક્તિભાવ ની હેલી ની શરૂઆત થઈ હતી.આજથી શરૂ થતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ મા દેરાસરમાં ભગવાન ને પૂજા અર્ચના કરવા માટે જૈનો ઉમટી પડયા હતા.જેમાં પ્રતિક્રમણ,સાધુ દ્વારા ભવ્ય પ્રવચન સહિતના કાર્યક્રમો ઉજવતા હોય છે આ તમામ કાર્યક્રમોમાં ચોટીલાના જૈન સમાજના અગ્રણીઓ તેમજ શહેરીજનો ઉપસ્થીતીમાં ઉજવાયા હતા.
વાંકાનેરમાં પર્યુષણના પર્વનો જૈનોમાં ધર્મોલ્લાસ
અબતક, વાંકાનેર
વાંકાનેર નાં જૈન દેરાસરજી માં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ધર્માલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આઠ દિવસ દરમ્યાન વિવિઘ ધાર્મીક કાર્યક્રમો, વ્યાખ્યાનો યોજાશે તા.1 સપ્ટે. નાં રોજ જલ યાત્રા નો ભવ્ય વરઘોડો કાઢવામાં આવશેપર્યુષણ પર્વ દરમ્યાન ભગવાન ને અવનવી અંગ રચના (આંગી) , દીપ સુશોભન, ધૂપ દીપ પૂજન અર્ચન કરાશે
સમગ્ર વાંકાનેર જૈન સમાજ માં પર્યુષણ પર્વ ની ઉજવણી કરવા ધર્મોલ્લાસ જોવા મળી રહ્યો છે કલાત્મક દેરાસરજી ને સુશોભિત કરવામાં આવ્યું છે
સુરત:મણીભદ્રજીનાલયે અદભુત શણગાર
અબતક, સુરત
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મણીભદ્ર જીનાલય ખાતે પર્યુષણનાં પર્વની ઉજવણી કરવામાં આવે છે.
250થી 300 વર્ષ જુના આ જીનાલયમાં ભક્તોની અપાર આસ્થા ધરાવે છે.5 જીનાલય સાથે માતા અન્નપૂર્ણાનું મંદિર પણ છે દર ગુરુવારનાં રોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત અને આસપાસનાં લોકો આવે છે દર્શન માટે પર્યુષણ એટલે પર્વોનો રાજા 8 દિવસ તપ, ધ્યાન. અનુકંપા, દયા અને દાનનું આખ્યાન કરવામાં આવે છે