મહિલાનો હાથ પકડી ‘ચલ આપડે ગોઠવી લઇ’ તેમ કહિ કરી પજવણી: કાયદાનો અમલ કરાવનારે કાયદાનો ભંગ કર્યો પોલીસમેન સામે છેડતીનો ગુનો નોંધાયો
જામજોધપુર તાલુકાના નરમાણા ગામના 32 વર્ષીય લોહાણા જ્ઞાતીના મહિલા ગત રાત્રે નરમાણા – સમાણા ગામના માર્ગે થી પોતાની એક્ટીવા લઈ પસાર થતા હતા ત્યારે નરમાણ ગામના રહેવાસી અને શેઠ વડાળા પોલીસ મથકના પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ તેણીને રસ્તામાં રોક્યા હતા, અને હાથ પકડી છેડતી કરી હતી.
આ પછી ફરિયાદ નહિ કરવા અને સમાધાન કરવા માટે ચર્ચા થઈ હતી. આ સમયે મહિલાએ પોતાના ઘરે સમાધાન માટે આવવા જણાવતાં પોલીસ કર્મચારી એ મહિલાને ફડાકો ઝીંકી દીધો.
આખરે મહિલાએ પોલીસ કર્મચારી સામે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહિલા પોતાના પુત્ર સાથે એક્ટિવા સ્કૂટર પર પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં પોલીસ કર્મચારીએ તેને રોકી લીધા હતા, અને તેણીનો હાથ પકડી લઈ, હાલ આપણા બેયનું ગોઠવવું છે. તેમ કહી આબરૂ લેવાના ઇરાદે છેડતી કરતાં મહિલા અને તેના પુત્રએ દેકારો કર્યો હતો. આખરે મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો છે. જ્યાં પોલીસ કર્મચારી સામે આઇપીસી કલમ 354-એ, અને 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.