તમે બ્લડ અને આઇઝ ડોનેશન વિશે વાંચ્યુ અને સાંભળ્યું હશે. અનેક લોકો મૃત્યુ બાદ પોતાના ઓર્ગન્સ ડોનેટ કરે છે. તેના કારણે તેના કારણે તેમના મૃત્યુ બાદ જેને જરુર હોય તેને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને નવી લાઇફ આપવામાં આવે છે. પરંતુ હવેના દિવસોમાં સ્કિન ડોનેશનનો ટે્રન્ડ ચાલી રહ્યો છે. ભારતમાં પણ આવી રહ્યો છે. આ ટ્રેન્ડ
ભારતમાં દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકો કોઇને કોઇ ઘટનામાં બળી જાય છે. અથવા તો ઘાયલ થઇ જાય છે. બંને વિકિટમ્સ માટે સ્કિન ડોનેશનની મદદથી મળેલી સ્કિન ઓછી હોય છે. જે વિકટિમ્સની સ્કિન માટે વધારે ખરાબ થઇ જાય છે તેની રિકવરી થઇ શકતી નથી. તેની સ્કિન ડોનેશન માટે મળેલી ચામડી સાથે રીપ્લેસ કરી દેવામાં આવે છે. આમ તો ભારતમાં સ્કિન ડોનેશનનો રેટ ઘણો ઓછો છે. ભારતમાં ૨૦૧૦થી ૨૦૧૫ વચ્ચે માત્ર ૭૬૫ લોકોએ પોતાની સ્કિન ડોનેટ કરી હતી. હવે ધીમે ધીમે લોકોનો ઇન્ટરેસ્ટ આ તરફ વધી રહ્યો છે.
વ્યક્તિ પોતાના મૃત્યુ પહેલા સ્કિન બેંકમાં રજીસ્ટર કરે છે. મૃત્યુ બાદ સ્કિન કાઢતા પહેલા સ્કિન બેંક વિટનેસ પાસે સાઇન કરાવે છે. સ્કિન કાઢતા પહેલા ડેથ સર્ટીફિકેટ બતાવવુ જરુરી હોય છે.
સ્કિનને કાઢીને સ્ટોર કરી શકાય છે. જેથી ભવિષ્યમાં બર્ન વિકટિમ્સને લોહીની તપાસ કરાય છે. તે HIVતો નથી. જો એવુ હોય તો પ્રોસીજર આગળ વધે નહિં. જો કે ડાયાબિટિશ વાળી વ્યક્તિ સ્કિન ડોનેટ કરી શકે છે. સ્કિન ડોનેશન માટે બ્લડ ગૃપ મેચ હોવુ જરુરી નથી.
ત્યાર પછી સ્કિનને બોડીથી અલગ કરવામાં આવે છે. આ માટે ખાસ સાધનો વાપરવામાં આવે છે. તેને ડર્માટોમ કહેવામાં આવે છે.
તેનાથી સ્કિનનું પાતળુ લેયર કાઢી શકાય છે. બોડીને પગની બંને તરફથી સ્કિન કાઢી શકાય છે. ત્યાર બાદ બોડીને બરાબર બેંડેજ કરી પરિવારને સોંપી દેવામાં આવે છે.
૧૮ વર્ષથી ઉપરના લોકોની સ્કિન કાઢી શકાય છે. ૧૮ વર્ષથી ઉપરની કોઇપણ વ્યક્તિ સ્કિન ડોનેટ કરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્કિનની ઉપરના લેયર્સ કાઢવામાં આવે છે. જેથી બોડીમાંથી લોહી નીકળતુ નથી.