જુનાગઢ જીલ્લાની અંદર અમદાવાદની ઝડતી સ્કવર્ડ દ્વારા જેલની ઝડતી પાસ દરમ્યાન જેલ ખાતે સર્કલ નં-3 ની બેરેક નં-24 ની બહારના ભાગે લોબીમા દોરી પર લટકાવેલ બ્લ્યુ કલરના જીન્સના જમણી બાજુના ખીસ્સામાંથી કાર્બોન કંપનીનો ઊંડ3 સફેદ કલરનો કેમેરાવાળો બે સીમકાર્ડની સ્પેસવાળો બેટરી સાથેનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.
જુનાગઢ જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત મોબાઇલ મળી આવતા, અમદાવાદની ઝડતી સ્કવર્ડ જેલર ગૃપ-2, ના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા એ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતા જુનાગઢ એડિવિઝન દ્વારા આ મોબાઈલ કોનો છે ક્યાંથી આવ્યો તે સહિતની વિવિધ બાબતોએ તપાસનો ધમધમાટા શરૂ કરવામાં આવ્યો છે.
જુનાગઢ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ મળી આવતા જેલ તંત્ર પણ ફરી સતર્ક બન્યું છે. બીજી બાજુ પ્રતિબંધ હોવા છતાં જુનાગઢ જેલમાંથી મોબાઇલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ વારંવાર ઝડપાતી હોવાથી આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.