કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી.વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રહેશે ઉ5સ્થિત: ઝોન વાઇઝ પક્ષની સ્થિતિ અંગે કરાશે સમિક્ષા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસે આ વખતે ગુજરાતનો ગઢ ફતેહ કરવા ગંભીરતાથી તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. વેણુગોપાલ આજે ફરી ગુજરાતની મુલાકાતે છે. આજે રાત્રે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના સરકારી નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી યોજાશે. જેમાં અલગ-અલગ ઝોનમાં પક્ષની વર્તમાન સ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવશે.
આજે બપોરે કોંગ્રેસના દિગ્ગજ નેતા કે.સી. વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ગુજરાતમાં આગમન થયું છે. દરમિયાન સાંજે ગાંધીનગર ખાતે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના સત્તાવાર સરકારી નિવાસસ્થાન ખાતે કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી બેઠક મળશે. જેમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અંગે મનો મંથન કરવામાં આવશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આ બેઠકમાં ઉ5સ્થિત રહેશે. દરમિયાન ઝોન વાઇઝ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અને આગામી દિવસોમાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણાં કરવામાં આવશે. લોકસભા અને વિધાનસભાની બેઠક વાઇઝ ચર્ચા થશે. આ બેઠકમાં પક્ષ દ્વારા નિમાવામાં આવેલા લોકસભાની નિરિક્ષકો પણ ખાસ ઉ5સ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચુંટણીના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અલગ-અલગ ઝોનની મુલાકાત લીધી હતી અને પક્ષના હોદ્ેદારો તથા ધારાસભ્યો સાથે વિસ્તૃત બેઠક યોજી હતી અને તમામ ચૂંટણી માટે કામે લાગી જવા તાકીદ કરી હતી. આજે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને મળનારી કોંગ્રેસની ડિનર ડિપ્લોમસીની બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. જેમાં પક્ષ દ્વારા આગામી દિવસોમાં આપવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત નિરિક્ષકોને પણ વધારાની જવાબદારી સોંપાશે.