ફર્ન રિસોર્ટને બેસ્ટ રિસોર્ટ ઓફ ગુજરાત અને ધ બેસ્ટ રિસોર્ટ ઓફ અધર સિટીઝનો એવોર્ડ
હાલ માનવી પોતાની નૈતિક ફરજ ચૂકી રહ્યો છે. જો પર્યાવરણના સંદર્ભમાં વાત કરવામાં આવે તો પર્યાવરણનું જતન કેવી રીતે કરવું તે માટે મનુષ્ય કયાંકને કયાંક અસફળ થયો છે પરંતુ રાજકોટની એક એવી શક્સિયત કે જે પર્યાવરણ પ્રેમી છે અને કુદરતના ખોળે તેમની અનેક રીસોર્ટ હોટલ બનાવેલી છે જે પૂર્ણ ‚પથી ઈકોફ્રેન્ડલી છે.કિશોરભાઈ કોટેચા એક એવા વ્યક્તિ કે જેઓને છેલ્લા બે વર્ષથી ગુજરાત ટુરિઝમ દ્વારા ગુજરાતના બે મહત્વપૂર્ણ એવોર્ડ મળેલા છે જે મુદ્દે કિશોરભાઈ કોટેચાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ફર્ન ગીર ફોરેસ્ટ રીસોર્ટ જે સાસણ ગીર ખાતે આવેલું છે તેને બે એવોર્ડ મળેલાં છે જેમાં પ્રથમ ધ બેસ્ટ રીસોર્ટ ઓફ ગુજરાત અને ધ બેસ્ટ રીસોર્ટ ઓફ અધર સીટીઝ એવા બે એવોર્ડ મળેલા છે જે ખૂબ જ સારી અને ઉત્સાહની વાત કહી શકાય. સાથો સાથ તેઓએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, એવોર્ડ આપવા માટેનો ક્રાઈટેરીયા એ છે કે લોકોની કેવી સર્વિસ મળે છે, હોટલનું એમ્બીયન્સ કેવું છે. સાથો સાથ આ વોટીંગ પબ્લીક દ્વારા તેમના અનુભવથી થતું હોય છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે, આ એવોર્ડ તેમને છેલ્લા બે વર્ષથી મળે છે પરંતુ તેઓએ કહ્યું કે તેમના માટે આ માત્ર પા-પા પગલી જ છે, હજુ ઘણું મેળવવાનું બાકી છે, અમારે હજુ ઘણુ આગળ વધવું છે.ફર્ન રીસોર્ટ દ્વારકામાં પણ આવે છે તેમજ કચ્છમાં પણ આવે છે. રીસોર્ટને એવોર્ડ મેળવાનું મહત્વનું કારણ એ છે કે અમે એમ્પાયોમેન્ટને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરતાં હોઈએ છીએ. ફર્ન જ એવી ઈન્ડિયાની પહેલી રીસોર્ટ છે જ્યાં ઈકોટાઈલનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અમને જે એવોર્ડ આપવામાં આવ્યો તે એમ્વાયરોન્મેન્ટની સેફટીને ધ્યાનમાં રાખીને અપાયો હશે એમ અમારું માનવું છે.