ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભવ્ય ઉજવણી તપસ્વીઓનાં સમૂહ-પારણા સંપન્ન
અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે લીંબડી અજરામર સંપ્રયદાયના પૂ . ગચ્છાધિપતી આચાર્ય ભગવંત ભાવચંદ્રજીસ્વામીના આજ્ઞાનુવર્તી તિર્થસ્વરૂપા ” પૂ . રત્ન – સુર્ય – સુલોચન ” ગુરૂણીમૈયાના સુશિષ્યા પૂ . રચનાકુમારી મહાસતીજી , પૂ . ખેવનાકુમારી મહાસતીજી , પૂ . ધરાકુમારી મહાસતીજી તથા પૂ. લબ્ધિકુમારી મહાસતીજી આદિ . ઠા .4 ની પાવન નિશ્રામાં જપ – તપ – ત્યાગ અને વિવિધ ધર્માનુષ્ઠાનો સાથે શાશન પ્રભાવના પ્રદાન કરતું ચાતુર્માસ – કલ્પ ભાવભક્તિપૂર્વક પસાર થઈ રહેલ છે .
શ્રી સંઘના આંગણે અનેરો આનંદ અને ઉત્સાહ વર્તાય રહ્યો છે . આ પુણ્યવંતા દિવસોમાં જૈન શાશન અને સંપ્રદાયને ગૌરવવંતુ બનાવનાર શાસનોધ્ધારક સર્વધર્મ સમન્વયકારી પૂ . આચાર્ય સમ્રાટ અજરામરજીનો 208 મો ચરમોત્સવ તપ – ત્યાગ અને ભાવ સાથે ભવ્યાતિભવ્ય ઉજવવામાં આવેલ છે . આગામી તારીખ 24/08/2022 , બુધવારથી મનની શુદ્ધિ , કાર્યશુદ્ધિ તેમજ આત્મશુદ્ધિ માટેના દિવ્ય અવસર સમા પર્વાદ્ધિરાજ પર્યુષણ પર્વનો શુભ -મંગલ પ્રારંભ થઈ રહેલ છે.
ચાતુર્માસના શુભ પ્રારંભમાં છઠ્ઠતપ / 14 , પૌષધ્ધવ્રત / 12 , દશાંગી તપ / 25 , ઉપવાસ તપની સાંકળ , બાલ – સંસ્કાર , મહિલા તથા જ્ઞાન – અભિયાન શિબિર , દર બુધવારે શ્રી વિમલનાથ ભગવાનના સમૂહ જાપ , વિવિધ ધાર્મિક અનુસ્થાનો , ભાવિકોએ બ્રહમચર્યવ્રતના પચ્ચકખાણ ગ્રહણ કરી વ્યાખ્યાન વાણી ની પોથી વ્હોરાવાવવાનો ઉતમ લાભ લીધેલ હતો . વ્યાખ્યાન સમયે તિરંગી સામાયિક , વ્યાખ્યાન બાદ નવકાર મહામંત્રના જાપ પૂ રચનાકુમારી મહાસતીજી ઉતરાધ્યયન સૂત્રનું 29 મું અધ્યયન સમ્યક પરાક્રમના 73 બોલ તથા પૂ ખેવનાકુમારી મહાસતીજી મૃગજળની માયા રણસિંહ ચરિત્ર વિષે પ્રકાશી રહ્યા છે.
જ્યારે ચાતુર્માસ – ક્લ્પ સાધાર્મિક – ભક્તિનો લાભ માતા રાયબેન જશુભાઇ આહીર હ ; અ . સૌ સોનલબેન અલ્પેશભાઈ આહિરે તથા પૂ . મહાસતીજીના ગુરુભક્ત બન્નેએ સંયુકત પણે લીધેલ છે.
તપસ્વીઓના પારણા સુખરૂપ સંપન્ન થયેલ છે . માળા ઉછમણીનો લાભ મિતલબેન મહેશભાઇ શાહે લીધેલ છે. અઠ્ઠમ તપના તપસ્વીના બહુમાનનો લાભ જુદા જુદા દાતાઓએ લીધેલ છે.
“24, ઓગષ્ટ બુધવારથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો શુભ પ્રારંભ”
આગામી તારીખ 24/8/2022 ને બુધવારથી પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન સવારે 6.30 થી 7.30 મંગલ – પ્રાર્થના , સવારે 9.15 થી 10.30 જુદા – જુદા વિષય ઉપર વ્યાખ્યાનવાણી , તિરંગી સામાયિક , વ્યાખ્યાન બાદ જાપ , બપોરે 3.00 થી 4.30 વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ સાંજે ભાઈઓ તથા બહેનો માટે પ્રતિક્રમણ , રાત્રે ફક્ત બહેનો માટે ધર્મચર્ચા વિગેરેનું આયોજન રાખવામા આવેલ છે.તારીખ 31-08-2022 , બુધવારે સંવત્સરી પ્રતિક્રમણનો સમય સાંજના 5.30 થી 7.30 રાખવામાં આવેલ છે . અત્રે બિરાજમાન પૂ . સાધ્વીજીઓના દર્શન – વાણીનો લાભ લેવા માટે સંઘ તરફ થી વિનંતી કરવામાં આવે છે.