દર્દીઓની ઉત્તમ સારવાર માટે મેડીકલ અને હેલ્થ કેર સુવિધા પુરી પાડતી હોસ્પિટલ
અબતક, સુરત
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 16 ઓગસ્ટના રોજ સુરત ખાતે પી.પી. માણીયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારમંત્રી વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશજીએ પ્રાસંગીક સંબોધન કર્યુ.
આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહે સંબોધન કરતા જણાવ્યું કે, સુરતમા હોસ્પિટલ એ નવી વાત નથી. સુરતની અંદર શ્રેષ્ઠ હોસ્પિટલની શ્રંખલા છે. સમગ્ર દેશમાં મેડિકલ અને હેલ્થ કેરની દ્રષ્ટીથી ટોપ ટેન શહેરમાં સુરતનો નંબર આવે તેવો વિશ્વાસ છે. આજે પારસીઓનું નવું વર્ષ છે.પારસીઓનો ઇતિહાસ ગુજરાત સાથે જોડાયેલો છે.દુનિયાની નાની લઘુમતી પારસી છે અને દક્ષિણ ગુજરાતે ઇરાનથી આવેલા પારસીઓને સમાવ્યા ત્યારથી તેઓ દૂધમાં સાંકર ભળે તેમ ભળી ગયા તેના કારણે દેશ અને દુનિયામાં એક સંદેશ પહોંચ્યો કે ગુજરાત અને ભારતમાં લઘુમતીઓ અને નાની આબાદી ધરાવતા પારસી કોમને પણ સહજતાથી સ્વીકાર્યા છે પારસીઓએ પણ દેશના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે.
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી તેમના સંબોધનમાં અમૃત કાળમાં ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવાનો દરેક દેશવાસીઓ સમક્ષ સંકલ્પ મુક્યો છે જેમા ગુજરાત આજે આ સંકલ્પમાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. ગુજરાતમાં જયારથી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી દરેક ક્ષેત્રે સરકારે ખૂબ વિકાસ કર્યો છે જેમાં શિક્ષણની વ્યવસ્થા, ડ્રોપ આઉટ રેસિયો ઝીરો કરવાનું હોય,100 ટકા એનરોલમેન્ટ કરવાનું હોય,સ્વાસ્થ્યની સેવા, પાણીનુ સ્તર ઉચું લાવવું,નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોચાડવાનું કામ એમ દરેક સ્તરે કામ કર્યું છે. દેશમાં નરેન્દ્રભાઇ મોદી જયારથી વડાપ્રઘાન બન્યા ત્યારથી દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અમુલ્ય પરિવર્તન કરવાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે 21-22નું બજેટ 2 લાખ 24 હજાર કરોડ માત્ર સ્વાસ્થ્ય માટે ખર્ચવાનું જાહેર કર્યું છે. કેબિનેટમાં 1600 કરોડ રૂપિયાનું બજેટ મેડિકલ કોલેજો માટે ફાળવવામાં આવ્યા છે. વર્ષ 21-22માં 596 મેડિકલ કોલેજ બનાવવાનું મોદી સરકારે કામ કર્યુ છે. અંતમાં મળીયા પરિવારને હોસ્પિટલના નિર્માણ કરવા બદલ શુભકામના પાઠવું છે હોસ્પિટલથી સુરતની સ્વાસ્થ્ય સેવા વધુ સારી બનશે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સંબોધનમાં જણાવ્યું કે, સુરતમાં પહેલાથી સ્વાસ્થ્ય માટે હોસ્પિટલો સારી બની છે આજે વધુ એક હોસ્પિટલનું નામ ઉમેરાયું છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી લોકોના સ્વાસ્થ્ય માટે પણ અનેક યોજનાઓ બનાવી છે. આયુષ્ય માન કાર્ડ દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર મળે છે. આજે ભારતમાં હવે શ્રેષ્ઠ અને સસ્તી સારવાર આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, રાજયકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલ, સુરત જીલ્લાના પ્રમુખ સંદિપભાઇ દેસાઇ,ધારાસભ્યઓ વી.ડી.ઝાલાવાડીયા, પ્રવિણભાઇ ઘોઘારી, કુમારભાઇ કાનાણી, સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેર મહામંત્રી કાળુભાઇ ભીમનાથ, પી.પી,માણીયા હોસ્પિટલના ડોકટઓ ઉપસ્થિત રહ્યા હતા.