દર્દીઓને થશે રાહત ઘણાં લાંબા સમય બાદ હોસ્૫િટલનું ચિત્ર બદલાયું
જુનાગઢ સીવીલ હોસ્પિટલ એક સમયે રીતસર ખાડે ગઇ હતી હોસ્પિટલમાં સારી કામગીરી અને સારા ડોકટરો માટે સ્થાનીક આગેવાનો અને સમાજ સેવકોએ અનેક લડત અને અનેક કાર્યક્રમો આપ્યા હતા પરંતુ પરિસ્થિતિ સુધરવાનું નામ જ નહોતી લેતી તાજેતરમાં રાજયના આરોગ્ય અને પરીવાર કલ્યાણે ૧૫૪ જેટલા ડોકટરોની બદલીનો ધાણવો કાઢતા જુનાગઢના ભાગે આમાં થી ૩૭ તબીબો નવા મળવા પામ્યા છે. હાલ કુલ ૧૧૯ તબીબો ના મહેકમ સામે ૧૧૬ જગ્યા ભરાઇ જવા પામી છે. જેનાથી આગામી સમયમાં જુનાગઢ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલને પુષ્કળ ફાયદો થશે તેવું આરોગ્ય ક્ષેત્રની ટીમનું માનવું છે. મેડીકલ કોલેજના ડીન એસ.પી. રાઠોડ અને સુપ્રિટેન્ડેટ સુખાનંદીની ટીમની હોસ્પિટલ માટેની સતત કામગીરીના કારણે હવે સારા પરીણામો મળી રહ્યા છે. અને હજુ આગામી દિવસોમાં હોસ્પિટલનું ચિત્ર વધુ સ્પષ્ટ અને સારુ બનશે તેવું મેડીકલ કોલેજના ડીન દ્વારા જણાવાયું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર ગુજરાત રાજયના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજયના ૧૫૪ જેટલા તબીબોની બદલી રાજયના વડનગર, હિંમતનગર,ગોત્રી, ગાંધીનગર, જુનાગઢ, વલસાડ, જામનગર, સુરત અને વડોદરા ખાતે કરવામાં આવી છે. આ બદલીના ધાણવામાં ૩૭ જેટલા નવા તબીબો જુનાગઢના ફાળે આવ્યા છે. આ નવા તબીબોમાં સર્જરીમાં જતીન મા‚, ગાયનેક હેડ એ.યુ.મહેતા, મેડીકલ કોલેજ અમદાવાદથી પીડીયા ટ્રીંકમાં ડો. ગોહેલ, ભાવનગરથી ઓર્થોપેડીક સર્જન નેહલ શાહ, એનેસ્થેશીયા ડો. વંદનાબેન પરમાર જેવા નામાંકીત અને વિદ્વાન ડોકટરો જુનાગઢને મળતા આગામી દિવસોમાં જુનાગઢ મેડીકલ કોલેજ સાથે સીવીલ હોસ્પિટલમાં ઘણી સારી સેવાઓ ઉપલબ્ધ થઇ શકશે એક સમયે મેડીકલ ક્ષેત્રે પછાત ગણાતા જુનાગઢને મેડીકલ કોલેજાના ડીન એસ.પી.રાઠોડ અને સીવીલ સર્જન સુખાનંદીના સચોટ અને ચોકકસ પ્રયાસોથી હોસ્પિટલ અને મેડીકલ કોલેજનું ચિત્ર બદલાઇ રહ્યું છે. અને આ અધિકારીઓ હજુ વધુ સાર પરિણામ લક્ષી કામ માટે સતત કાર્યરત છે. આગામી દિવસોમાં સારા ડોકટરોની સાથે સારી સાધન સુવિધા પણ ઉ૫લબ્ધ કરાવવા ડીન રાઠોડે કટીબઘ્ધતા દર્શાવી હતી.