વર્ષ ૨૦૧૫-૧૬ માં વેરા પેટે રૂપિયા ૫.૩૭ કરોડની રકમ વસુલાઈ હોવા છતાં પ્રામિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફ્ળ
સુરેન્દ્રનગર નગરપાલિકાને વિવિધ વેરા સબબ દર વર્ષે કરોડો રૂપીયાની આવક મળે છે. તેમ છતાં પાલિકા દ્વારા લોકોને રોડ-રસ્તા, પાણી, ગટર જેવી પાયાગત સુવિધાઓ મળતા ભાજપના શાસકો સત્તા ભોગવી સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોવાની કોંગ્રેસે રજૂઆત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા દ્વારા અંગે વીજીલન્સ તપાસની માંગણી કરાઇ છે.સુરેન્દ્રનગર નગરપાલિકામાં ૪૨ સુધરાઇ સભ્યોમાં ભાજપની બહુમતી છે. છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયી સત્તા ભોગવતી ભાજપ શાસીત નગરપાલીકાની ભ્રષ્ટ નીતી સામે વીજીલન્સ તપાસની માંગણી કરાઇ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીશ દોષીના જણાવાયા મુજબ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬માં વીવીધ વેરા પેટે ૫,૩૭,૫૮,૩૯૭ જેટલી માતબર રકમ વસૂલ કરાઇ છે. તેમ છતાં શહેરના નાગરીકોને પાયાની સુવિધા જેવી કે, શુધ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ મુદ્દે સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં બહુમતીી સત્તા પર આવ્યા બાદ છેલ્લા ઘણા સમયી નાગરીકોની વારંવારની રજૂઆતો છતાં પાયાગત સુવીધા અને તેની કામગીરી પ્રત્યે શાસકો સંપૂર્ણ ઉદાસીન છે. સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલીકા વીસ્તારમાં ઠેરઠેર ખાડાના લીધે અનેક અકસ્માતોના બનાવો બન્યા છે. જેમાં એક ડઝની વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. રસ્તાની કામગીરી કરવાના બદલે પાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ નવા કામોના નામે ખોદાણ કરીને મૂકી દીધુ છે. નગરપાલિકાના શાસકો દ્વારા તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર યો હોવાન રાવ ઉઠતા વીજીલન્સ તપાસની માંગણી કરાઇ છે. ઉપરાંત નાગરીકોને પીવાનું ચોખ્ખુ પાણી અને આરોગ્યની સેવાઓ પાછળ નહીવત ખર્ચ કરીને નગરપાલિકાના શાસકોએ પોતાની નીતી અને નીયત જાહેર કરી હોવાનું કોંગ્રેસ પ્રવકતા ડો. મનીશ દોશીએ જણાવ્યુ હતુ.