મેષ રાશિફળ (Aries):
આજે પરિસ્થિતિમાં થોડી રાહત મળશે. પરંતુ તમારો સ્વભાવ વિવાદ કરી શકે છે, તેથી ઘરના વડીલો સાથે સાવચેતી રાખો, નહીં તો કડવી વાતો સાંભળી શકાય તેમ છે. કાર્ય વ્યવસાયમાં થોડી મહેનત કર્યા પછી પૈસાની આવક બપોરથી શરૂ થશે, જે આખો દિવસ ચાલુ રહેશે. આજે કોઈ પારિવારિક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરશો. જેથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમારી પ્રતિભા અને યોગ્યતાનો સામાજિક વાતાવરણ ઉપર પોઝિટિવ પ્રભાવ પડશે.
વૃષભ રાશિફળ (Taurus):
આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં કોઈ નાની ભૂલને કારણે પરિવારના સભ્યો સાથે દલીલ થઈ શકે છે. આ પછી પણ, શાંતિ રહેશે નહીં. આજે લોકો તમારી સાથે માત્ર કામ માટે જ વ્યવહાર કરશે. પારિવારિક સંબંધોને જોડવાનો પ્રયત્ન કરો., તમારા વ્યક્તિત્વ અને વાણી દ્વારા લોકો તમારાથી પ્રભાવિત થશે. સામાજિક તથા પારિવારિક લોકો તરફથી ખાસ માન-સન્માન પણ મળશે. ઘરમાં કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ આવવાથી કોઈ ખાસ મુદ્દે પોઝિટિવ વિચાર પણ થશે.
મિથુન રાશિફળ (Gemini):
આજે તમને અચાનક નાણાકીય લાભથી આશ્ચર્ય થશે. દિવસના પહેલા ભાગથી શુભ સંકેતો આવવાના શરૂ થશે, પરંતુ સ્પષ્ટતાના અભાવને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નોકરી અને ધંધા સંબંધિત કેટલાક પ્રશ્નોનું સમાધાન થશે. પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. કામકાજ અને પરિવારમાં સારો તાલમેલ પણ જળવાયેલો રહી શકે છે. કોઈ ખાસ સામાજિક વ્યક્તિનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે.
કર્ક રાશિફળ (Cancer):
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. દિવસનો પહેલો ભાગ એક અથવા બીજા કારણસર અશાંત રહી શકે છે. શરૂઆતમાં વિક્ષેપના કારણે કાર્યસ્થળમાં પરેશાની રહેશે પરંતુ બપોર પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. ધારણા મુજબ ધન લાભ થશે. જૂની ભૂલોથી બોધપાઠ લઈને આજે તમે થોડી સારી નીતિઓ અંગે વિચાર કરશો. પોતાને સારી પરિસ્થિતિમાં અનુભવ કરશો. જૂના મિત્રો સાથે મેલજોલ તથા ચર્ચા વિચારણાં તમારા આત્મવિશ્વાસને વધારશે.
સિંહ રાશિફળ (Leo):
આજે ધૈર્ય રાખવાની જરૂર છે. તમારા મોટાભાગનાં કામો બગડવાના કારણે મનમાં નકારાત્મક લાગણીઓ ઊભી થઈ શકે છે. જ્યાંથી તમે લાભની સંભાવનાઓ રાખશો ત્યાંના ખરાબ સમાચારને કારણે મન ઉદાસ થશે. આજે બિઝનેસમાં જોખમ ના લો અને ક્રેડિટ સંબંધિત કોઈની સાથે વ્યવહાર ના કરો. સમય સંપૂર્ણરીતે તમારા પક્ષમાં છે. મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનું સમાધાન મળી શકે છે. સંતાન દ્વારા પણ કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહી શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે તમારું માન અને સન્માન વધશે, પરંતુ કોઈના દ્વારા ગેરમાર્ગે દોરવાથી તમે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકો છો, તેથી સાવચેત રહો. સ્વાર્થી લોકો તમારા સંપર્કમાં વધુ રહેશે, તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખશો નહીં. સામાજિક કાર્યોમાં ભાગ લેવો પડશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીમાં નજીકના મિત્ર કે સંબંધીનો સહયોગ મળશે. સંપત્તિને લગતું કોઈ કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિના સાનિધ્યમાં તમારા વિચારોમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે.
તુલા રાશિફળ (Libra):
આજે સવારથી જ સ્વાસ્થ્ય નરમ રહેશે, કશું કરવાનું મન કરશે નહીં, સ્વભાવમાં ચીડિયાપણું હોવાને કારણે આસપાસના વાતાવરણ તમારા કારણે ખળભળાટ મચી જશે. પરિવારના અસંતોષપૂર્ણ સ્વભાવને લીધે ઘરનું વાતાવરણ લગભગ ખરાબ રહેશે. સમયની ગતિ તમારા પક્ષમાં છે. સામાજિક સીમા વધશે. ઘરમાં મહેમાનો આવવાથી સુખમય સમય પસાર થઈ શકે છે. ભેટનું આદાન-પ્રદાન થઈ શકે છે. કોઈ મોટું રોકાણ કરવા માટે પણ સમય યોગ્ય છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આજે તમને દરેક કાર્યમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે. દિવસની શરૂઆતમાં સારા સમાચાર મળવાથી ઉત્સાહ વધશે. દૈનિક કાર્યો વહેલા પૂર્ણ થશે. વ્યવસાયમાં પ્રગતિની સંભાવનાઓ બની રહી છે, તમે ધંધામાં નવી યોજના બનાવશો. આજે કોઈ ખાસ કામને સંપનન કરવા માટે તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા કોઈ એવી જાણકારી મળશે કે તમારા કામ સરળ થઈ જશે. સ્ત્રીઓ ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ રહેશે.
ધન રાશિફળ (Sagittarius):
આજે કાર્યસ્થળ પર વિવાદ કરવાનું ટાળો. બપોર સુધી આર્થિક મુશ્કેલીઓ તમને પરેશાન કરશે, ત્યારબાદ અચાનક મળેલા લાભથી થોડી રાહત મળશે. જ્યારે ઘરના સભ્યોની ઇચ્છા પૂર્ણ થાય ત્યારે તમે ખુશ થશો, પરંતુ મનોરંજન માટેની તકો ભાગ્યે જ ઉપલબ્ધ થશે. સમય લાભદાયક છે. કોઈપણ કાર્ય તથા મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જો કોઈ પ્રોપર્ટીને લગતો વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે સમય યોગ્ય છે.
મકર રાશિફળ (Capricorn):
આજે પણ પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે, પરંતુ આજે તમારો સ્વભાવ બદલાશે. આજે પૈસા આવતાની સાથે તે જવા માટેના રસ્તા બનાવશે. અતિશય ભાગદોડ રહેશે. બપોર પછી કોઈ ઈચ્છિત સિદ્ધિની શક્યતાઓ બની રહી છે, આળસુ ના થાઓ, નહીં તો તમે લાભથી વંચિત રહી શકો છો. પારિવારિક ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં ખાસ રસ રહેશે. મકાન, દુકાન વગેરેને લગતા દેખરેખ અને સમારકામનું પ્લાનિંગ થશે. સમય ઉત્તમ છે.
કુંભ રાશિફળ (Aquarius):
આજે બાળકો સંબંધિત સમસ્યાઓના સમાધાનમાં દિવસ વિતાવશો. વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધામાં જીતી શકે છે. વાહન અને જમીન ખરીદવાનો સુખી સંયોગ પણ હોઈ શકે છે. સાંસારિક સુખ અને ઘરના ઉપયોગ માટે ગમતી વસ્તુઓ ખરીદી શકાય છે. આ સમયે ભાગ્ય ઉન્નતિના શુભ અવસર બની રહ્યા છે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની મોટી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ તમને આનંદ મળશે.
મીન રાશિફળ (Pisces):
આજે કાર્ય-ઉદ્યોગમાં ધન લાભ થશે અને રાજ્યની સહાય પણ મળશે. તમે રચનાત્મક કાર્યમાં આનંદ મેળવશો. તમારે ખર્ચ કરવાનો વિચાર કરવો પડશે નહીં, તેમ છતાં ધ્યાનમાં પણ રાખો કે કોઈ વ્યર્થ ખર્ચ થાય નહીં. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વ્યવહાર ના કરો. આજના દિવસનો મોટાભાગનો સમય પરિવારના લોકો સાથે કોઈ ખાસ યોજનાને લગતી ચર્ચા-વિચારણામાં પસાર થશે. કામ વધારે રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખ પણ મળી શકે છે.