બિન અનામત વર્ગ, શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરાઈ: કુલ ‚રૂ૬૦૦ કરોડની જોગવાઈ: જસ્ટીસ કે.એ.પુજના અધ્યક્ષ સ્થાને તપાસપંચની રચના
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતાવાળી મંત્રી મંડળની પેટા સમીતી સાથે ૨૬મી સપ્ટેમ્બરે પાસના ક્ધવીનર હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલ સહિતના પાટીદાર આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડા અને અગ્રણીઓ સાથે યોજાયેલી બેઠકમાં જે બાબતોએ નિર્ણય લેવાયા હતા તેને અમલમાં મુકી દેવાયા છે.
રાજયમાં બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી દેવાઈ છે. આ નિગમની રચના થવાથી આગામી સમયમાં રાજયની અંદાજીત ૫૮ જેટલી બિન અનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની તકો ઉપલબ્ધ થશે. સરકારે આ નિગમની રચના માટે શેર કેપીટલ પેટે ‚ા.૧૦૦ કરોડ અને ધિરાણ પ્રવૃતિ માટે ‚ા.૫૦૦ કરોડ એમ કુલ ‚ા.૬૦૦ કરોડની જોગવાઈ કરી છે.
બિન અનામત વર્ગના કલ્યાણની યોજનાઓના અભ્યાસ અને નીતિ ઘડતર માટે બિન અનામત વર્ગ માટેના આયોગની રચના કરવામાં આવી છે. જેનું ટૂંકમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરાશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ સાથેના સંઘર્ષની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત જજ કે.એ.પુજના વડપણ હેઠળ તપાસપંચની રચના કરવામાંઆવી છે.
પાટીદાર સામેના કેસો પૈકીના ૧૦૦ કેસો પાછા ખેંચવા સુચનાઓ આપી દેવાઈ હતી. અન્ય કેસો પાછા ખેંચવા ગૃહ અને કાયદા વિભાગ સાથે પરામર્શ બાદ કાર્યવાહી કરાશે.
નવુ નિગમ બિન અનામત જાતિ-જ્ઞાતિઓના શૈક્ષણિક, આર્થિક વિકાસ માટેની જુદી જુદી યોજનાઓ તૈયાર કરી અમલમાં મુકશે. નવી રોજગારીની તકો વધે તે માટે પણ યોજનાઓ ઘડશે. બેંકો અને નાણાકીય સંસ્થાના સહયોગથી તેમના ધંધા-વ્યવસાયને અનુ‚પ યોજનાઓ બનાવશે. તેમના રહેણાંક અને વસવાટ, વિજળી, પાણી, ગટર વ્યવસ્થા જેવી બાબતો અંગે પણ યોજનાને અમલમાં મુકશે.