લાઈન ક્રેક થતા રીપેરીંગ કરતી વેળાએ બેક પાવર આવતા સર્જાઈ દુર્ઘટના
શહેરના ખોખરદળ નદીના પુલ પાસે 11 કેવી લાઈનમાં રીપેરીંગ કરતી વેળાએ પીજીવીસીએલના કર્મચારીને શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. લાઇન ક્રેક થઈ હોય જેનું રીપેરીંગ કરતી વેળાએ બેક પાવર આવતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ખોડીયાર નગર મેઇન રોડ માં રહેતા અને પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ કડવાજી બરેંડા નામના 38 વર્ષના યુવાનને ખોખરદળ નદીના પુલ પાસે વીજ શોખ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
બનાવા અંગે મળતી વધુ વિગત મુજબ વિનોદભાઈ બરેંડા પિજીવિસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા તેઓને ગઈકાલે ફરિયાદ મળતા ખોખરદળ નદીના પુલ પાસે 11 કેવીની લાઈનમાં ક્રેક હોવાથી ત્યાં રીપેરીંગ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા.
તે દરમિયાન રીપેરીંગ કરતી વેળાએ વાયરમાંથી બેક પાવર આવતા વિનોદભાઈને વીત શોખ લાગ્યો હતો જેના કારણે પીજીવીસીએલની ટીમે તુરંત વિનોદભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.