મેયર ડો.પ્રદીપ દવ અને બીસીઆઈ મેમ્બર દિલીપ પટેલ સહિતના મહાનુભવોના હસ્તે કરાયુ તિરંગાનું વિતરણ
દેશભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રાના કાર્યક્રમ અનુસંધાને રાજકોટ યુનિટી ઓફ લોયર્સ દ્વારા આજે વકીલોને નિ:શુલ્ક તિરંગા અર્પણ કરી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.
દેશભરમાં હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રાના અનુસંધે રાજકોટ યુનિટી ઓફ લોયર્સ દ્વારા આજે ફોજદારી કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોને નિ:શુલ્ક તિરંગા આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર પ્રદીપભાઈ ડવ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણી, રાજકોટ લીગલ સેલના ક્ધવીનરભાઈ અંશ ભારદ્વાજ અને સી.એચ. પટેલ તેમજ રેવન્યુ બારના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ક્લેઇમ બારના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, ડિસ્ટ્રીકટ બરના પ્રમુખ એન.આર. જાડેજા અને ડી.ડી. પરમાર સહિતના મહાનુભવોના હસ્તે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ બાર એસોસિએશનના ઇન્ચાર્જ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, હેમલ ગોહેલ, હરદીપસિંહ રાણા, અભય ખખ્ખર, સુમિત વોરા, ચીમનભાઈ સાકરીયા, દિગુભા ઝાલા, હનીફ કટારીયા, કિશન વાગડિયા, નંદકિશોર પાનોલા, અજય પીપળીયા અને નૈમિશ પટેલ સહિતના વકીલોએ જહેમત ઉઠાવી હતી.