ક્રાઈસ્ટ કેમ્પસના ડાયરેકયર ફાધર ડો.જોમોન થોમએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીનું કર્યું સન્માન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અત્યારે સમગ્ર ભારત દેશમાં 75 વર્ષના આઝાદીના ઉજવણીના હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે . તેને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ખાતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ જિલ્લા એડમિનિસ્ટ્રેશન દ્વારા ગુજરાતની સૌથી મોટી અને ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રામાં ક્રાઈસ્ટ કેમ્પસ રાજકોટનું અનેરું યોગદાન રહ્યું હતું . ક્રાઈસ્ટ કેમ્પસ રાજકોટ દ્વારા આ તિરંગા યાત્રામાં અસંખ્ય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ જ ક્રાઈસ્ટ કેમ્પસ દ્વારા એક સ્પેશ્યલ સ્ટેજ પર લાઈવ બેન્ડ મ્યુઝિક પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું જેમાં મ્યુઝિક ના એક્સપર્ટ બેન્ડ દ્વારા દેશભક્તિ ના વિવિધ લાઈવ ગીતો પણ વગાડવામાં આવ્યા હતા.
આ તિરંગા યાત્રામાં ક્રાઈસ્ટ કેમ્પસ ના ડિરેક્ટર ફાધર ડો.જોમોન થોમાંના દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીનું પણ શોલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી નું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું .
ક્રાઈસ્ટ કોલેજ ના ડિરેક્ટર ફાધર ડો . જોમોન થોમાંના આ અવસર પર જણાવે છે કે તમામ લોકોએ આ મહોત્સવમાં ભાગ લેવો જોઈએ અને આ એક જ મહોત્સવ એવો છે જેમાં સમગ્ર દેશ એક થઈને કોઈ પણ ધર્મ જાતિ કે કોઈપણ જાતના ભેદભાવ વગર આ ઉત્સવને માણી શકે છે તો વડાપ્રધાન ના આ અભિયાનમાં રાજકોટવાસીઓ તેમજ સૌરાષ્ટ્રવાસીઓને જોડાવાની અપીલ કરે છે અને ખુબજ ધામધૂમથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવી જોઈએ.