- હાલ નીતીશની લોકપ્રિયતા તળીયે, વિપક્ષ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે તો પણ ભાજપનો ફાયદો
- ઓછી બેઠકો છતા ભાજપે નીતીશને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી રિતસર ગુંગળાવી દીધા
- લોકસભાની ચૂંટણીમાં બિહારમાં ભાજપને નુકશાનીચોક્કસ પણ તે મહારાષ્ટ્ર સરભર કરી દેશે
બિહારમાં નીતીશ કુમારે ભાજપ સાથે છેડો ફાડી પોતાના કટ્ટર રાજકીય વિરોધી એવા આરજેડી સાથે ગઠબંધન કરી ફરી મુખ્યમંત્રીની ખુરશી પર સવાર થઇ યા છે. નીતીશના નસીબમાં જ રાજયોગ હોય તેવું લાગી રહ્યુ છે. 22 વર્ષમાં આઠમીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. એક પણ વખત સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં તેઓ સીએમની ખુરશી પર બેસી જાય છે. આ વખતે કમળપુજા નીતીશ કુમારની મહા મજબૂરી બની ગઇ હતી. જ્યારે સત્તા હોવા છતા ભાજપ માટે આ રાજકીય ઘટના મજબૂતી સાબિત થશે.
નરેન્દ્રભાઇ મોદી અને નીતીશ કુમાર વચ્ચેની દુશ્મની આજકાલની નથી, બબ્બે વર્ષથી એકબીજાના કટ્ટર વિરોધી છે. બન્ને નેતાઓ વચ્ચે 2009 સુધી મૈત્રી હતી. 2010માં પ્રથમવાર નીતીશનો મોદી પ્રત્યેનો અણગમો સામે આવ્યો એક સમયે એનડીએ એવું વિચારી રહ્યું હતું કે, બિન વિવાદાસ્પદ નીતીશ કુમારને એનડીએ ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, જો કે વર્ષ-2013માં ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઇ મોદીને જાહેર કરતા જ બન્ને વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા હતા. 2014માં મોદી વડાપ્રધાન પદે વિજેતા બનતા નીતીશે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. જો કે એક ચૂંટણી રાન્દ અને કોંગ્રેસ સાથે લડ્યા તેમા જીત્યા પરંતુ તેની સાથે સરકાર ચલાવવાનું અશક્ય બનતા ફરી ગઠબંધન તોડી ભાજપ સાથે હાથ મિલાવી બિહારમાં સરકાર બનાવી.
બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ જેડીયુ અને ભાજપ સાથે લડ્યા હતા અને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. ભાજપ કરતા આરજેડી પાસે ઓછા બેઠકો હોય છતા મોદીએ મોટુ મન રાખી નીતીશને મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ સીએમની ખુરશી પર બેસાડી નીતીશને એવા ગુંગળાવ્યા કે તેઓ ભાજપ સાથે છેડો ફાડવા મજબૂર બન્યા. આ ઘટનામાં ભાજપ ભલે થાપ ખાઇ ગયુ હોય તેવી ચર્ચાઓ રાજકીય પંડિતો કરી રહ્યા છે.
આ ઘટનાથી ભાજપ વધુ મજબૂત બની ઉભરી આવશે. કારણ કે ભવિષ્યમાં હવે એનડીએ પાસે પીએમ પદ માટે કોઇ ચહેરો બચ્યો જ નથી. એટલે ભાજપ જ એનડીએનો સર્વોપરી બની રહેશે. જેડીયુએ છેડો ફાડતા ભાજપને બિહારમાં 21 લોકસભા બેઠકનું નુકશાન થાય તેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ નુકશાની ભાજપ મહારાષ્ટ્રથી ભરપાઇ કરી લેશે. નીતીશ કુમાર હાલ ભલે બુમ બરાડા પાડી રહ્યા હોય કે તેઓને પીએમ પદના ઉમેદવાર બનવાની કોઇ જ મહત્વકાંક્ષા નથી પરંતુ તેઓની કમળ પુજા આ ઘટનાક્રમનો એક ભાગ છે.